વિકાસ સીલ ગુજરાતમાં સરકારો ઓફિસોનો જ વિકાસ ન થતો હોવાની લોકચર્ચા….

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

વિકાસ સીલ ગુજરાતમાં સરકારની ઓફિસોનો જ વિકાસ ન થતો હોય તેવું લાગી રહ્યું છે, રાજકોટ જિલ્લાના ધોરાજી માં આવેલ ભાદર સિંચાઈ વિભાગની સેક્સન ઓફિસો 7 વર્ષ થયા જર્જરિત છે અને કર્મચારીઓ જીવન જોખમે કામ કરી રહ્યા છે.

ધોરાજીમાં આવેલ ભાદર સિંચાઈ વિભાગની 3 જેટલી સેક્સન ઓફિસો ની હાલત ખુબજ ખરાબ છે મોટા મેદાન વાળી આ ઓફિસમાં અંદર પ્રવેશતાજ એવું લાગે કે જાણે કે કોઈ ખંઢેરમાં પ્રવેશી રહ્યાં છો, પ્રવેશતાજ ઓફિસનું મકાન જર્જરિત અને ધીમે ધીમે તૂટી રહ્યું હોય તેવું છે, પ્રથમ મજલે જવા માટેની સીડીઓ તૂટી ગઈ છે મકાન ના તમામ સ્લેબ તૂટી ગયા છે સ્લેબની અંદર નાખેલ સળિયા કંટાઇ ને તૂટી રહ્યા છે અંદર જ્યાં કર્મચારીઓ કામ કરે છે તે આવા સ્લેબ નીચે બેસી ને કામ કરી રહ્યા છે અને ગમે ત્યારે સ્લેબ આ કર્મચારીઓ ઉપર પડે તેવી હાલત છે. અંદર ઠેક ઠેકાણે પાણીનો ભેજ મકાન ને ધીમે ધીમે ખાઈ રહયો છે, અને સરકારનું આ મકાન એક ખંઢેર સમાન દેખાઈ રહ્યું છે, આ મકાન માં બેસતા અધિકારીઓ એ સરકારને આ મકાન રિનોવેટ કરવા અને નવું બનાવવા માટે અવારનવાર રજુઆત કરી ચુક્યા છે

ધોરાજીની આ ભાદર ડેમ ની સિંચાઈ ઓફિસમાં રોજ અનેક ખેડૂતો ની અવર જવર છે અને ખેડૂતો ને આ ઓફિસમાં પ્રવેશતા બીક લાગે છે અને ખેડૂત ના હિત માટે ધોરાજી સ્થાનિક ભાજપ દ્વારા પણ આ ઓફિસ ને નવી બનાવવા માટે સરકારમાં રજુઆત કરી દેવામાં આવી છે ભાજપ ખેડૂતો ને પડતી અગવડ ને લઈ અને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવા માટે ભાજપ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here