નસવાડી પોલીસે ઈરફાન ઉર્ફે ઈજ્જુ મેમણના કબ્જા ભોગવટાંના રહેણાંક મકાનમાં રેડ કરી ૦૪ જુગારીઓને ઝડપી પાડ્યા…

નસવાડી, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

કુલ કિં.રૂ. ૨૪.૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળનો ગણનાપાત્ર કેશ શોધી કાઢ્યો

નસવાડી પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ.ઈન્સ, સી.ડી.પટેલ તથા પો.સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમ્યાન આજરોજ નસવાડી પોલીસ સ્ટેશનનો પોલીસ સબ.ઈન્સ. સી.ડી.પટેલ નાઓને બાતમી હકીકત મળેલ કે મોજે નસવાડી ટાઉનમાં રહેતા ઈરફાનભાઈ ઉર્ફે ઈફ્ફ રઝાકભાઈ મેમણનાઓ પોતાના રહેણાંક મકાનમાં આર્થીક લાભ માટે માણસો બેસાડી પત્તા પાના પૈસા વડે જુગારની હાર જીતનો જુગાર રમી રમાડે છે અને જુગારનો અડ્ડો ચલાવે છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે આજરોજ તા.૦૪/૦૯/૨૦૨૨ ના રોજ ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતાં પૈસા તથા ગંજીપત્તાના પાના વડે જુગાર રમતાં કુલ-૦૪ જુગારીઓને રોકડા રૂપિયા-૧૩,૯૨૦/- તથા મોબાઇલ નંગ.૦૪ ની કિ.રૂ.૧૧,૦૦૦/- કુલ કિંમત રૂપિયા-૨૪,૯૨૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં તેમના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી જુગારધારા કલમ-૪,૫ મુજબનો ગુન્હો નસવાડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે.
જુગાર રમતાં મળી આવેલ આરોપીઓ :– (૧) મોસીનભાઈ અહેમદભાઈ જાતે,દિવાન ઉ.વ.૩૯ રહે.નસવાડી મેમણ કોલોની તા.નસવાડી જી.છોટાઉદેપુર
(૨) ઈરફાનભાઈ ઉર્ફે ઈ રઝાકભાઈ જાતે મેમણ ઉ.વ.૩૩ રહે.નસવાડી કવાંટ રોડ તા.નસવાડી જી.છોટાઉદેપુર (૩) દિલીપભાઈ ગોપાલભાઈ જાતે.ભીલ ઉ.વ.૨૫ રહે.ધામસીયા મોટા ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર (૪) અયાઝભાઈ સલીમભાઈ જાતે.મેમણ ઉ.વ.૩૫ રહે.નસવાડી મેમણ કોલોની તા.નસવાડી જી.છોટાઉદેપુર
–ઃ નાસી જનાર આરોપી : (૫) ભોપાભાઈ ભીલ જેના પુરા નામની ખબર નથી તે રહે.ગોદામ તા.તિલકવાડા જી.નર્મદા
– કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ: …(૧) આરોપીઓની અંગઝડતીના તેમજ ચાલુદાવના મળી કુલ રોકડા રૂપીયા.૧૩,૯૨૦/
(૨) મોબાઇલ નંગ – ૦૪ કિંમત રૂપીયા ૧૧,૦૦૦/
** કુલ મુદ્દામાલની કુલ કિંમત રૂપીયા ૨૪,૯૨૦/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here