છોટાઉદેપુર બસ સ્ટેશન, મેઈન બજાર રોડ, રેલવે સ્ટેશન વિસ્તારને સ્વચ્છ કરતા કર્મયોગી સફાઈ કર્મચારીઓ

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

ટ્રેકટર, જેસીબી સહિતના સાધનોની મદદથી સફાઈ કરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે કરાયો નિકાલ

સ્વચ્છતા હી સેવા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે આગામી ૮ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત છોટઉદેપુર જિલ્લામાં પણ તાલુકા દીઠ આયોજન કરીને મહત્તમ લોકોને સ્વચ્છતાના ભગીરથ કાર્યમાં જોડવા કામગીરી કરાઇ રહી છે. ત્યારે છોટાઉદેપુર ખાતે બસ સ્ટેશન, મેઈન બજાર રોડ, બોડેલી હાઇ-વે અને પોલીસ સ્ટેશન ચાર રસ્તા વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી.

છોટાઉદેપુરના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં સામૂહિક સફાઈ અભિયાન અંતર્ગત નગરપાલિકાના કર્મચારીઓ, બસ ડેપો નો સ્ટાફ, તેમજ અધિકારીઓ જોડાયા હતા.

આ તકે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ વિસ્તારોની સફાઈ કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકાના સફાઈ કામદારો અને અન્ય લોકો દ્વારા બસ સ્ટેશન, બજાર રોડ અને બોડેલી હાઇ-વે રોડ પર સફાઈ અભિયાન હાથ ધરી કચરો એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં હજુ પણ ધાર્મિક સ્થળો, હેરિટેજ સ્થળો પર સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા હી સેવા ઝુંબેશને સાર્થક કરવામાં આવશે.

આ સફાઈ અભિયાનમાં સ્વચ્છ ભારત.મિશનના કર્મચારીઓ, સુપરવાઇઝરો તથા સફાઈ કામદારો સહિત ૨૫થી વધુ લોકો જોડાયા હતા. અને ટ્રેક્ટર, કચરા ગાડી સહિતના સાધનો દ્વારા કચરો એકત્રિત કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here