નસવાડી તાલુકા પંચાયતમા આઈ સી ડી એસના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત કરાયું

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેફ એન કુરેશી :-

૩૬ લાખ ના ખર્ચે આઈ સી ડી એસ નું બિલ્ડીંગ બંધાશે

નસવાડી તાલુકા પંચાયત ના કમ્પાઉન્ડ મા ઘણા સમય થી આ બિલ્ડીંગ આવેલું છે અને વર્ષો થી જર્જરિત હાલત મા હતું જેમા આઈ સી ડી એસ ના કર્મચારીઓ કામ કરેછે આ બિલ્ડીંગ ને બનાવવા ગ્રાન્ટ મંજુર કરાવવા માટે ધારાસભ્ય એ ધારદાર રજૂઆતો કરી ૩૬ લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાવી તા,પં, માં આઈ સી ડી એસ ની બોલ્ડીંગ બનાવવા માટે આજે સાવર ના સમયે ખાત મુહૂર્ત કરવામાં આવ્યુ છે
આ બિલ્ડીંગ ના ખાત મુહૂર્ત ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્ત કરવા બ્રાહ્મણ જોડે કાયદેસર ની વિધિ કરાવી ને કરવામાં આવ્યું હતું અને બિલ્ડીંગ ની તમામ કામગીરી તા,પં અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવશે જેમાં અભેસિંહ તડવી સહિત નવા નિમાયેલા તાલુકા મહા મંત્રી અનિલભાઈ શાહ પ્રમુખ ગોપાલસિંહ તથા જશુભાઈ ભીલ અને સક્રિય કાર્યકર યુવરાજસિંહ ભારતસિંહ સહિત સરકારી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આમ બધા ભેગા મળી આઈ સી ડી એસ ની નવી બિલ્ડીંગ બનાવવાનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here