નસવાડી તાલુકા પંચાયતની બીજી ટર્મના નવ નિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખે સત્ય નારાયણ ભગવાનની પૂજા કથા બાદ પદભાર સંભાળ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આજરોજ નસવાડી તાલુકા પંચાયત ખાતે નવા નીમાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખે ખુરશી સંભાળી હતી પોતાનો પદભાર સાંભળતા પહેલા ભાજપ કાર્યકરો અને નવા નીમાયેલા હોદ્દેદારો દ્રારા સત્ય નારાયણ ભગવાનની પૂજા કથા કરવામાં આવી હતી ત્યાર બાદ નવ નિયુક્ત પ્રમુખ અને ઉપ પ્રમુખે પદભાર સંભાળ્યો હતો હાલ ભાજપ શાસિત નસવાડી તાલુકા પંચાયત થઈ છે અને નસવાડી તાલુકા પંચાયત ની પહેલી ટર્મ પુરી થતા બીજી ટર્મ ના નવ નિયુક્ત પ્રમુખ તરીકે ભાવનાબેન વિજયભાઈ(બિચ્છુ)ભીલ ઉપ પ્રમુખ તરીકે કનુભાઈ બચુભાઈ ભીલ કારોબારી ચેરમેન તરીકે સીમીબેન વિઠ્ઠલભાઇ ડુ. ભીલ પક્ષ ના નેતા તરીકે વનીતાબેન અલ્પેશભાઈ રાઠવા અને દડંક તરીકે દિત્યાભાઈ પ્રેમાભાઈ ડુ. ભીલ ની બિન હરીફ વરણી થઈ હતી સત્યનારાયણ ભગવાનની કથા કર્યા બાદ પોતાનુ પદ સંભાળ્યું હતુ અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી ભાજપ જીલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જીલ્લા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ સાથે તાલુકા પંચાયત સદસ્ય જીલ્લા પંચાયત સદસ્ય તથા તમામ કાર્યકરો હાજર રહયા હતા અને નસવાડી તાલુકા પંચાયતના નવા નીમાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને નવ નિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખે જણાવ્યું કે અમે મોદી સાહેબના સૂત્ર પર અમલ કરીશુ સૌવ નો સાથ સૌવ નો વિકાસ અમે આજે પદભાર સંભાળ્યો છે અને અમે આ ખુરશી પર બેસી નિષ્ઠા પૂર્વક સેવા કરીશુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here