બળાત્કારના ગુનામા સજા ભોગવનાર… એક મહિનાથી ફરાર કેદીને ઝડપી પાડતી નસવાડી પોલીસ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે સજા ભોગવી રહેલ વચગળા ની સજા પરથી છેલ્લાં એક મહીના થી ફરાર થયેલ પાકા કામના કેદીને ઝડપી પાડતી નસવાડી પોલીસ

શ્રી સંદીપસિંહ પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા શ્રી આઈ. જી. શેખ છોટાઉદેપુર નાઓએ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ ફર્લો જમ્પ વચગળાના જામીન ફરારી તેમજ પોલીસ જાપતા માથી ફરાર થયેલા કેદીઓની તપાસ કરી ઝડપી પાડી અસર કારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય  શ્રી ડી.કે. રાઠોડ  ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન તથા શ્રી એમ.એન.ચૌહાણ સર્કલ પોલીસ સબ ઇન્સપેક્ટર બોડેલી સર્કલનાઓએ ઉપરી અધિકારીઓની સૂચનાઓ મુજબ કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામા આવેલ હોય  અને શ્રી ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ સ્ટાફ ના માણસોને નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ ફર્લો જમ્પ વચગાળાના જામીન ફારારી તેમજ પોલીસ જાપતા માથી ફરાર થયેલ કેદીઓની ઝડપી પાડવા સારૂ જરૂરી વર્ક આઉટ કરી આશ્રય સ્થાનોની માહિતી મેળવવા સ્થાનિક બાતમીદારો રોકી ઝડપી પાડવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામા આવેલ હોય અને આજરોજ શ્રી ડી.એચ.વાઘેલા પી.એસ.આઈ નસવાડી પોલીસ સ્ટેશન નાઓએ  બાતમી હકીકત મળેલ કે નસવાડી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં૯૪/૧૯૯૯ ઇ.પી.કો. કલમ ૩૭૬ મુજબના ગુનાના આરોપી કનુભાઈ જગાભાઈ તડવી નાઓ પાકા કામના કેદી તરીકે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે હાજર ન થયેલ હોવાની માહીતી મળેલ હોય જે માહીતી આધારે મજકૂર કેદીની નામદાર સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગ દરમિયાન લાજપોર જેલ સુરત ખાતે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ બળાત્કારના ગુનામા સજા ભોગવી રહેલ પાકા કેદી નં.૭૯૯ કનુભાઈ જગાભાઈ તડવી ને બાતમી આધારે પકડી પાડી કાયદેસર કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.
*પાકા કેદી નું નામ સરનામું*:-કનુભાઈ જગાભાઈ તડવી રહે.મદનઝાપા તા.નસવાડી જી. છોટાઉદેપુર
*કામગીરી કરનાર પોલીસ અધિકારી/પોલીસ કર્મચાર*:-આ કામગીરી શ્રી ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર નસવાડી પોલીસ સ્ટેશન તથા એ.એસ.આઈ જોરાવરસિંહ રણછોડભાઈ બ.નં.૩૧૪ અ.હે.કો ખૂમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ તથા અ.પો.કો. અનિલભાઈ લીલાભાઈ બ.નં.૧૬૮ તથા અ.પો.કો વિષ્ણુભાઈ કરશનભાઈ બ.નં.૧૯૫ તથા અ.પો.કો જયદીપસિંહ જીલુભા  બ.નં ૧૮૯ તથા અ.પો.કો અલ્પેશભાઈ કંચનભાઈ બ.નં.૩૧૮ નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here