નસવાડી તાલુકાની લિન્ડા ટેકરા મોડેલ સ્કૂલમા આદિવાસી વિદ્યાર્થીઓને કાલ રાત અને આજે બપોરથી સારૂ ભોજન પીરસાયુ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

તંત્ર અત્યાર સુધી નિંદ્રામાં હતુ?વાલીઓનો આક્રોશ

નસવાડી તાલુકાની લિન્ડા ટેકરા મોડેલ સ્કૂલ મા જે ગઈ કાલે જીવાત ઇયળ વાળું ખરાબ ભોજન પીરસાતુ હતું તેને લઈ જે હોબાળો મચાવ્યો હતો તેની જાણ વાલીઓને થતા તે ખરાબ ભોજન ની થાળીઓ જોઈ વાલીઓ પણ ભયભીત થઈ ગયા હતા અને ખરાબ ભોજન ને લઈ જે કન્યાઓ રડતી જોવા મળી હતી એ એક શરમ જનક બાબત ઉભી થઈ હતી જે ભોજન ને લાગતા ઈજારેદાર છે તે પોતે શું?એમના ઘર ના બાળકોને આવું જમવાનું આપતા હશે? કે પોતે ખરાબ જીવડા ઇયળ વાળું ભોજન જમતા હશે?એવા ઘણા પ્રશ્નો લોક મુખે ચર્ચા નો વિષય બન્યો છે પણ ખરાબ ભોજન ની જાણ થતાં મીડિયા ત્યાં પહોંચ્યું અને ઈજારેદાર ના પોપડા ઉખેડતા તંત્ર ની આંખો ખુલી છે એવું આજ રોજ દેખાઈ આવ્યું છે આજ રોજ રૂબરૂ મુલાકાત લેતા કલ રાત થી જમવાનું સારૂ બનાવીને જમાડ્યા છે તે જાણવા મળેલ છે અને આજે બપોરનું જમવાનું પણ સારૂ બનાવ્યું છે તે જોતા આજ દિન સુધી આદિવાસી બાળકોને ગુણવત્તા વગર નું ભોજન જમાડવામાં આવતું હતું શા માટે? ટકાવારી કે પછી મીલીભગત પછી ભલે આદિવાસી મરે એવા આક્રોશ કન્યાઓના વાલીઓ કરી રહ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર હજુ પણ આપણા આદિવાસી વદ્યાર્થીઓ જોડે શોષણ થઈ રહ્યું છે કારણ કે આટલી કડકડતી શિયાળા ની ઠંડી માં વદ્યાર્થીઓને નાહવા માટે ગરમ પાણી આપવામાં આવતું નથી પહેલા થી ખરાબ ભોજન અને હવે શિયાળામાં ઠંડુ પાણી ક્યાં પ્રશ્નો નું સમાધાન થશે હવે આજ થી સારૂ ભોજન આપવાની શરૂઆત કરી છે તે હવે ક્યાં સુધી પુરી પાડશે તે જોવુ રહ્યું આમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here