ડભોઇ નગરના જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની પુર્ણાહુતિના પ્રસંગે દર વર્ષની જેમ વિરાટ સરઘસ કઢાયું

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ભાદરવા સુદ સાતમના રોજ પરવાધિરાજ પર્યુષણ પર્વની શોભાયાત્રા નીકળી હતી જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે આ યાત્રા જૈન વાગાથી નીકળી પંડ્યા શેરી વકીલ નો બંગલો ટાવર થઈ લાટી બજાર કંસારા વાગા રહી જૈનવાગા માં પરત ફરી શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
કેટલાક દિવસથી ચાલતા જૈન સમાજના પર્યુષણ પર્વને લઈ જુદા જુદા કાર્યક્રમો યોજાયા હતા જેમાં જૈન સમાજના કેટલાક લોકો દ્વારા કઠોર તપસ્યાઓ પણ કરવામાં આવી હતી જેમાં આજરોજ પર્યુષણ પર્વની પૂર્ણાહુતિના ભાગરૂપે વિજય દેવસુરી જૈન સંઘ સંચાલિત લક્ષ્મી મંડળ દ્વારા વિશાળ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાથી અંબાડી સુપન ગાડી ડીજે બેન્ડવાજા સાથે વર્ષોથી ચાલી આવતી પરંપરાગત મુજબ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં જૈન સમાજના સ્થાનિક લોકો તેમજ અમદાવાદ સુરત વડોદરા વગેરે સ્થળોથી પોતાના વતન ડભોઈ આવી પર્યુષણ પર્વની પૂર્ણાહુતિમાં હર્ષ ઉલ્લાસ સાથે જોડાયા હતા
સાથે રાકેશભાઈ જેને જણાવ્યું હતું કે બે વર્ષથી કોરોના કાળ ને લઈ આ પર્યુષણનો પર્વ મોકુફ રખાતો હતો પરંતુ આ વર્ષે આ પર્યુષણ પર્વનો પ્રસંગ વધુ ઉત્સાહ અને હરસોલા સાથે ધામધૂમતી ઉજવવામાં આવ્યો છે જેમાં હાથી અંબાડી અને સુપન ગાડી તેમજ પૌરાણિક પાલખીઓ આકર્ષણનું કેન્દ્ર બનતા ડભોઇ નગરના રાજમાર્ગો પર શોભાયાત્રા અને નિહાળવા લોક ટોળા ઉમટ્યા હતા.સરફરાઝ પઠાણ.ડભોઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here