શહેરા : દેવલિયા પ્રા.શાળામાં શ્રીમદ્દ ભગવદ ગીતા જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

નવી સુરેલી ક્લસ્ટરમાં આવેલી છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સુંદર રળિયામણી પ્રકૃતિનો ઉત્તમ ઉદાહરણ શાળામાં આજના પવિત્ર દિવસે શ્રીમદ્દ ભગવદ ગીતા જન્મ જ્યંતી ઉજવણી બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શાળાના આચાર્ય વિનોદભાઈ પી.ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીઓને ગીતાનો મહિમા સમજાવ્યો હતો. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં નવોચાર જોવા મળ્યા. આજનો દિવસ દેવલિયા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસ રહેશે. ઉજવણીમાં ભાવનાબેન બારીઆ, ઈલાબેન પટેલ તેમજ 58 વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. ઉજવણી અંતર્ગત કોવિડ – 19 ની ગાઈડલાઈન અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here