નસવાડી તાલુકાના ઝરખલી ગામે બાળ હનુમાન મંદિરે ભવ્ય ડાયરાનો કાર્યક્રમ યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના ઝરખલી ગામે બાળ હનુમાન મંદિરે ભવ્ય દાયરનો કાર્યક્રમ યોજાયો હતો અને સાથે સાથે રાજકીય નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને આવેલ તમામે ડાયરાનો આનંદ માણ્યો હતો જે ડાયરા કલાકાર ઉર્વી રાઠવા અને મહેશ ઉર્ફે બકો અને સાથે હાસ્ય કલાકાર હર્ષદભાઈ વડોદરાથી પધાર્યા હતા જેમને હાસ્યનો રસ વરસાવ્યો હતો અને મહત્વની બાબત તો એ છે કે ઉર્વી રાઠવા અને બકો એ બન્ને કલાકારો નસવાડી તાલુકાના હોવાથી લોકો એમને સાંભળવા ઉમટી પડ્યા હતા અને ટીમલીના અને લોક ડાયરા ના જાણીતા કલાકાર એવા બકાભાઈ નું નામ સાંભળી તાલુકાના તમામ ચાહકો આવી પોહચતા હોય છે અને ઝરખલી ગામે પણ ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ઉર્વી રાઠવા અને બકાભાઈ બન્ને એ ડાયરાની રમઝટ જમાવી હતી અને આવનાર તમામ ભક્તોએ ડાયરો સાંભળી આનંદ માણ્યો હતો અને આ કાર્યક્રમમાં ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ એસ રાઠવા સહીત ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here