આગામી તારીખ ૧૬ ઓક્ટોબરના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પોસ્ટ માટે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પરીક્ષાના સુચારુ આયોજન માટે પંચમહાલ અધિક જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

પંચમહાલ જિલ્લામાં કુલ ૨૦ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે, કુલ ૫૨૪૩ ઉમેદવારો ભાગ લેશે

પંચમહાલ જિલ્લા સેવા સદન ગોધરા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી. ચુડાસમાની અધ્યક્ષતામાં વિવિધ સબંધીત અધિકારીશ્રીઓ સાથે આગામી તારીખ ૧૬ ઓક્ટોબરના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પોસ્ટ માટે પ્રિલિમિનરી પરીક્ષાને લઈને સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ હતી. તેમણે પરીક્ષાને લઈને તમામ વ્યવસ્થાઓ કરવા તથા કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી ના થાય તથા પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેને લઈને વિવિધ અધિકારીગણ સાથે સલાહ સૂચનો કર્યા હતા.

અહી નોંધનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી આ પરીક્ષામાં પંચમહાલ જિલ્લાના કુલ ૫૨૪૩ ઉમેદવારો ભાગ લેશે. આ માટે જિલ્લામાં કુલ ૨૦ કેન્દ્રો અને ૨૧૯ શાળાની રૂમની ફાળવણી કરાઈ છે.

આજની આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ડીવાયએસપીશ્રી સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here