નસવાડી તાલુકાના કોઠીયા ગામે દીપડાએ પાડાનુ મારણ કરતા ખેડુતો તથા નગરજનોમા ભયનો માહોલ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના કોઠીયા ગામે દીપડાનો આતંક ફેલાતા ખેડુતો સહીત ગ્રામજનોમાં ભય નો માહોલ થઈ પડ્યો છે ગત રાત્રે કોઠીયા ગામે ખેતરમા રાત્રીના સમયે અશ્વિનભાઈ કંચનભાઈ તડવી ના તબેલા માથી દીપડાએ પાડા ને ખેંચી લઈ જઈ યાસીનભાઈ યાકુબભાઈ ના ખેતર તરફ લઈ જઈ ફાડી નાખ્યુ હતુ તેમ ગ્રામજનો દ્વારા જાણવા મળેલ છે આવો બનાવ અગાવ લગભગ ત્રણ દિવસ અગાવ પણ બન્યો હતો આવા બનાવો ઘણા સાંભળ્યા છે અને ફરતા દીપડા ના વાયરલ થયેલા વિડિઓ આપણે જોયા છે અને આ ઘણી ગંભીર બાબત છે અને આવા ફરતા દીપડા ના કારણે લોકો ખેતર જતા પણ ઘભરાય છે અને કોઠીયા થી લઈ તે વિસ્તારમાં બીક નો માહોલ છવાઈ ગયો છે આ બાબતે જંગલ ખાતુ રસ લઈ ધ્યાન આપે અને દીપડા ના પગલા ની તપાસ કરી પીંજરું ગોઠવી તેને પકડે તેવી ગ્રામજનો ને આશા છે અને ગ્રામજનો ના જણાવ્યા મુજબ દીપડા એ જે મારણ કર્યું છે તે બાબતે નસવાડી જંગલ ખાતા વિભાગ ને જાણ કરેલી છે પણ ત્યાંથી જવાબ એવો મડયો કે હાલ તો રજા હોવાને કારણે બે દિવસ પછી તપાસ કરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યુ હતુ પણ ગ્રામજનો હાલ ભય ના વાતાવરણ મા જીવવુ પડશે જ્યા સુધી જંગલ ખાતુ રજા ન ભોગવી લે ત્યાં સુધી રાહ જોવી પડશે તેમ કોઠીયા ગામના લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો છે તો તંત્ર ને જાણ થાય કે આ બાબતે સજાગ થાય અને વહેલી તકે દીપડા ને પાંજરે પુરે તેવી લોક માંગ ઉઠી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here