નસવાડી જૂથ ગ્રામ પંચયત દ્રારા નગરની સફાઈ કરાવવામાં આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

આ સફાઇ કાયમી કરવામાં આવશે. કે પછી ફોટા પડાવી જૈસે થે તેવી જ પરીસ્થિતી રહેશે નગરજનોમા ચર્ચા

નસવાડી નગર ની આજરોજ તલાટી દ્રારા સફાઈ કરાવવામાં આવી છે પરંતું સફાઇ બાબતે ઘણા પ્રશ્નો નસવાડી મા છે જેમા ચાર રસ્તા વિસ્તારમાં સફાઇ કામદારો દ્રારા કચરો દુકાનો ની બાજુમાં ઢગલો કરી સળગાવી દેવામા આવેછે અને કચરો ભરી નાખવા મા આવતો નથી અને સફાઇ પણ દરરોજ કરવામાં આવતી નથી જ્યારે દુકાનદારો જાતે કચરો વાળી ને ભરીને નાખતા હોય છે અને આવી પરિસ્થિતિ વર્ષો થી ચાલતી આવેછે જ્યારે નગરમાં સફાઇ દરમિયાન ધારાસભ્ય નિકળ્યા ત્યારે ખુશ થઈ ગયા હતા અને ગાડી ઊભી રાખી ઉતરી સફાઇ કામદારોને રોજે રોજ ગામ સ્વચ્છ રાખવાની સલાહ આપી હતી અને કેટલાક સમયથી નસવાડી નગરમા સફાઇ થઈ ન હતી જેના કારણે ગંદકીના ઢગલા ઠેર ઠેર જોવા મળતા હતા પરંતું આ સફાઇ થયા પછી લોકોમાં આશા જાગી છે કે હવે તલાટી નિષિત સાહેબ નસવાડી ગામના હોવાથી રસ લઇને જાતે સફાઇ કરાવી રહ્યા છે તો હવે નસવાડી નગર સ્વચ્છ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here