ધારાસભ્યએ ગઢ બોરીયાદ સરકારી દવાખાના ની ઓચિંતી મુલાકાત લેતા સાચી હકીકતો બહાર આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ની અચાનક મુલાકાત લીધી હતી જેમા આ દવાખાના ની અગાવ પણ ઘણી ફરિયાદો હતી જેમા અઘરાત મધરાત દર્દી આવતા હતા પરંતું ડૉક્ટર સ્ટાફ હાજર હોતો જ ન હતો તેવા વિડીયો ઘણીવાર વાયરલ થયા હતા પરંતું આ બાબતે કોઈ સંતોષ કારક પ્રતિસાદ મળ્યો નહતો પરંતું જ્યારે સંખેડા વિધાનસભા ના ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી એ આ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી વિઝીટ કરી ત્યારે મામલો બહાર આવ્યો હતો અને ધારાસભ્ય એ જ્યારે પ્રસુતિ થયેલ મહિલા ની સાથે વાત કરતા જાણવા મળેલ કે પ્રસુતિ થયે ૪૮ કલાક થયા છતા પણ ચ્હા નાસ્તો આપેલ નથી અને જે દવાખાના ના બેડ છે તેની સીટો ફાટેલી છે અને અને ઉપરનુ પાથરણુ પણ ફાટેલી હાલત મા હતુ અને ધારાસભ્ય એ જાતે ગાદલા ઉચા કરી કરીને નિરીક્ષણ કર્યું ત્યારે ખબર પડી કે આખી હકીકત શુ છે. જ્યારે દવાખાના ની બહાર જે મેડીકલ વેસ્ટ પણ એક બાજુ ઢગલા જોવા મળ્યા હતા જેને લઇ આરોગ્ય અધિકારીને કડક સુચનો ધારાસભ્ય દ્રારા કરવામા આવ્યાં હતા કે ગાદલા દર્દી ને જમવાની વ્યવસ્થા ચા નાસ્તા ની વ્યવસ્થા બિસ્કીટ વગેરે આપવુ અને ડૉક્ટર પણ કાયમી ધોરણે મુકાય જશે તેમ જણાવવામાં આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here