નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા હરાજીની શરૂઆત થતાજ ખેડૂતો નારાજ

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

કપાસના ભાવ બજાર કરતા ઓછા મળતા ખેડૂતોમાં રોષ

નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા અગાવ જાહેરાત કરી હતી કે લાભ પાંચમના દિવસે ખેડૂતોને હરાજી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લાભ પાંચમે હરાજી ચાલુ કરવામાં આવી હતી અને હરાજીને પાંચ મિનિટ જ થઈ અને ઓછા ભાવ ને ખેડૂતોનો વિરોધ ચાલુ થયો એ પી એમ સી દ્વારા સાચોતોલ અને રોકડ નાણાં મેળાવવાનના વિશ્વાસ સાથે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હરાજીના દિવસની પરિસ્તીથી અલગ દેખાઈ આવી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એ લાભ પાંચમ ના દિવસે મુહૂર્ત તો કર્યું પણ ખેડૂતોના કહેવા મુજબ નિષ્ફળ ગઈ છે apmc વધારામાં ખેડૂતોએ જણાવેલ કે જાહેરાતો કારી રીક્ષા ફેરવીને તંદુરસ્ત હરીફાઈ થી સારા ભાવ આપવામાં આવશે એવી જાહેરાતો કરી હતી અને મુહૂર્ત માજ સારા ભાવ ના મળવાના કારણે અ સંતોષ થયો હતો અને વેપારીઓને પણ પોતાની જરૂરિયાત મુજબ ખરીદી કરવાની હાકલ કરી હતી તો ક્યાં છે વેપારી આ તો બાર માંડવા બાંધી કપાસની ખરીદી કરનારા લોકો છે બહારના વેપારી તો છેજ નથી આમ ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો ખેડૂતોને સરખો ભાવ મળે એવી આશા સાથે હરજીના પહેલા દિવસે આવ્યા હતા અને ખેડૂતો મહેનત મજૂરી કરી કપાસ પકવેછે અને બહાર ભાવ ઊંચા હોય અને apmc માં ઓછા ભાવ ને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી ખેડૂતોને લૂંટવાનો કીમિયો apmc એ રચ્યો હોય એમ લાગી રહ્યું છે ખેડૂતોએ આવી વાતો કરી રોષ ઠાલવ્યો હતો અને વધારામાં વધારે ૨૦૦૦રું અને ઓછામાં ઓછા ૧૮૦૦રું મણ નો ભાવ જો apmc આપે તોજ ખેડૂતોને પોશાય કપાસ વિણવાની મજૂરી છ થી આંઠ રૂપિયા ખેડૂતો ચૂકવેછે તો ઓછા ભાવ આપે તો શું મળે અને ૧૬૯૦/-રું તો મંડવામાં મળે છે અને ૧૬૦૦/-રું apmc આપે તો કપાસ માંડવામાં વેચવો સારો ત્યાં ૯૦/-રું વધારે મળે છે એમ ખેડૂતોએ જણાવ્યું હતું અને છેલ્લા બપોરના બે વગયા સુધી કોઈ નિરાકરણ આવ્યું ન હતું સવારના આવેલા ખેડૂતો બપોર સુધી ભૂખ્યા તરસ્યા પોતાના વાહનો પાસે ઉભા ઉભા કંટાળીને કેટલાક ખેડૂતો બીજે કપાસ વેચવા માટે નીકળી ગયા હતા અને નસવાડીના મંડવા વાળા વેપારી અને એ પી એમ સી ની મિલી ભગત હોય શકે તેમ ખેડૂતો ગુસ્સામાં બોલી રહ્યા હતા હવે apmc ના ડિરેક્ટરોએ મિટિંગ કરી બેઠા છે હવે ખેડૂતોનું શું થાયછે તે જોવું રહ્યું,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here