નસવાડી : કડુલી મહુડીનો યુવાન બનશે નેશનલ તીરંદાજીનો જજ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સંદીપ જયસ્વાલ નસવાડી માં તીરંદાજીની તાલીમ લીધી છે હવે રાષ્ટ્રીય કક્ષાએ બનશે જજ

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારનું ગૌરવ કડુલી મહુડી નો સંદીપ જયસ્વાંલ બનશે નેશનલ તીરંદાજી નો જજ હાલ તાજેતરમાં ભારતીય તીરંદાજી સંઘ દ્વારા અમરાવતી ખાતે આયોજિત વેસ્ટ ઝોન જજ સેમિનાર ચાલી રહ્યો છે જેમાં આખા ભારત માંથી જુદા જુદા રાજ્ય ના તીરંદાજી સંઘ ના પ્રતિનિધિઓ એ ભાગ લીધો છે જેમાં ગુજરાત રાજ્ય ના તીરંદાજી સંઘ માંથી સંદીપ જયસવાલ પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા નસવાડી એકલવ્ય તિરંદજીની તાલીમ લઈ રાષ્ટ્ર કક્ષાએ વિજેતા રહી ચૂકેલા સંદીપ હવે રાષ્ટ્ર કક્ષા એ જજ ની ભૂમિકા માં જોવા મળશે આગામી સમયમાં થનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જજ તરીકેની નિમણૂકતા મેળવશે ગુજરાત રાજ્ય માંથી આવી ઉપલબ્ધી મેળવનાર સંદીપ ભાઈ આ તમામ સફળતાનો શ્રેય તેઓ તેમના ગુરુ દિનેશ ભાઈ નેશનલ તીરંદાજ ને અર્પણ કરે છે અને આખા જયસ્વાલ સમાજનું ગૌરવ વધાર્યું છે અને નેશનલ તીરંદાજી ના જજ બનવાના સમાચાર મળતા સંદીપ ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here