નસવાડી એકલવ્ય મેદાનમાં ખેલમહાકુંભ અંતર્ગત તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ખેલ મહાકુંભ અંતર્ગત છ તાલુકાના ખેલાડીઓ એ ભાગ લીધો

નસવાડી એકલવ્ય એકેડમી ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત તીરંદાજી તેમજ અન્ય સ્પર્ધા યોજાઈ હતી જેમાં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા હતા સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ દિનેશભાઈ ભીલ એ રમત જગત ના ક્ષેત્ર માં લેવામાં આવેલ પગલાં વિશે માહિતી આપી હતી અને વોલી બોલ શૂટિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિનેશભાઈ ભીલ ના જણાવ્યા પ્રમાણે એકલવ્ય એકેડમીના મેદાન ની અંદર તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ જિલ્લાના અલગ અલગ તાલુકાના 125 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે આ ખેલાડીઓ જિલ્લા કક્ષામાંથી રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે અને રાજ્ય કક્ષામાં મેડલ પ્રાપ્ત કરેલા ખેલાડીઓને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે અને વિવિધ યોજનાઓ ડી એલ એસ એસ સ્કીમ સેન્ટર ઓફ એક્સીલાઇસ નિવાસી એકેડમી સી ઓ ઈ યોજના આવી અલગ અલગ સ્પોર્ટ ગુજરાત ની યોજનાઓ છે જે મેડલ પ્રાપ્ત ખેલાડીઓ ને લાભ આપવામાં આવેછે અને આ સ્પર્ધામાં જિલ્લામાંથી ટોટલ 16 ટીમોએ ભાગ લીધો છે જેમાં ઓપન એજ ગ્રુપમા 8 ટિમો છે અને 40 થી ઉપરના વયજૂથ મા 8 ટિમો છે અને આ બધાનું સંચાલન નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે કરવામાં આવ્યુ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here