નસવાડીમા આગાહીના આધારે વરસાદ વરસ્યો… ક મોસમી વરસાદના કારણે ખેતીમાં નુકશાન…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી માં ક મોસમી વરસાદ પડ્યો છે અને આ વરસાદ ના કારણે ખેડૂતો માં ચિંતા જોવા મળી છે અગાવ પણ થોડા દિવસો પહેલા વરસાદ વરસ્યો હતો અને એમાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતુ જેમાં કપાસ ના ભાવ ગગડી ગયા હતા અને હવે આજે પાછો વરસાદ પડ્યો છે અને ખેડૂતો ભારે ચિંતા મા મુકાયા છે અને આ વરસાદ ને લીધે ખેતીમાં નુકશાન થયું છે તો સરકાર ખેતી નો સર્વે કરે અને જે નુકશાન થયું છે તેનું વળતર આપે અને ખેડૂત જે પડી ભાગ્યા છે તે ઉભા થાય અને હવે સરકાર થયેલ નુકશાન નું ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી જેટલું વળતર આપે તો આગળ ખેતી સુધારી અમે પાછા ઉભા થઈએ એમ ખેડૂતો નું કહેવું છે.
અને હાલ શિયાળામાં વરસાદને કારણે ધરતી પુત્રો ઘણી મૂંઝવણ માં મુકાયા છે અને વરસાદ ના કારણે માંદગીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેમાં શરદી ખાંસી તાવ જોવા મળી રહ્યા છે તો ખેડૂતો અને પ્રજા પરેશાન છે આટલી મોંઘવારીમાં ખેતીનું નુકશાન અને ઉપરથી માંદગી તો હવે શું થશે એવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે અને છેલ્લા દસ દિવસ થી સવારે ઠંડી બપોરે ગરમી નું વાતાવરણ હતું અને આજે ચોમાસુ જોવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here