રાજપીપળાની બેંકોમા સોશીયલ ડિસટનસીંગના ઉડતા ધજાગરા

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

સ્ટેશનેં રોડ ઉપરની બેંક ઓફ બરોડામા ગ્રાહકોની લાંબી લાંબી કતારો લાગતા કોરોના મહામારી ફેલાવાનો ભય

સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી એ કાળો કહેર વર્તાવ્યો છે લાખો લોકો મોતને ભેટ્યા છે, કરોડો લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, સોશિયલ ડિસટનસીંગ, માસ્ક પહેરવાની અનેક જાહેરાતો કરવામાં આવી છે છતાં પણ લોકો નિતિનિયમોનો કોઈ જ અમલ કરતા જણાતાં નથી.પોતે તો બિમારીના ખપ્પરમા હોમાય જ છે પરંતુ બીજાને પણ સાથોસાથ ભોગ બનાવતા હોય છે.

રાજપીપળા નગરના મુખ્ય માર્ગ ગણાતા સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડામા ગ્રાહકોની લાંબી લાંબી કતારો લાગતા સોશીયલ ડિસટનસીંગના અવારનવાર ધજાગરા ઉડતા હોય છે. બેંક સતાધિશો દ્વારા પોતાના ગ્રાહકોને સેફ્ટી માટે ની કોઈ જ વયવસથા ગોઠવાઇ નથી!! કલાકો સુધી લાગતી કતારોથી કોરોના મહામારી વધુ ફેલાવાનો ભય ઉભો થઇ રહયો હોવાની પરિસ્થિતિ નિર્માણ થતાં લોકો કોરોનાના ભરડામાં સપડાયા તો જવાબદાર કોણ ? જોકે લોકોમા પણ જાગૃતિનો અભાવ અને નિષ્કાળજી તો છે જ .

તેમ છતાં આ મામલે તંત્ર ને વધુ કડક બનવાની જરૂર છે, બેંકો પણ પોતાના ગ્રાહકો માટે વિશિષ્ટ વયવસથા ઉભી કરે સોશીયલ ડિસટનસીંગ જાળવે એ પણ ખુબજ જરુરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here