નસવાડીમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ચાઇના દોરી અને ચાઇના તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં અનેક ઠેકાણે ભંગ જોવા મળ્યો

નસવાડી નગરમાં ઠેર ઠેર ઉત્તરાયણ ની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરાઈ હતી સવારે ઠંડીના જોર વચ્ચે ઉત્સાહ ઠંડો રહ્યો હતો અને બપોર બાદ ઉત્સાહ માં વધારો જોવા મળ્યો હતો આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયો હતો શ્રદ્ધાળુઓએ ગાયને ઘૂઘરી ખવડાવી ગાયની પૂજા કરી હતી સાંજ સુધી લોકોએ પવનની લહેર વચ્ચે પતંગ ઉડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી શનિવાર અને રવિવારે રજા હોવાથી હજુ બે દિવસ સુધી ઉત્તરાયણ પર્વનો માહોલ જામી રહ્યો છે સ્પીકર ડીજે તેમજ મિયઝીક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ હોવાથી ધાબા ઉપરની ઉજવણી ફિક્કી રહી હતી અને જલેબી ફાફડા ઊંધિયું ની પણ નસવાડી વાસીઓએ મિજબાની માણી હતી લોકો વહેલી સવારથીજ પોત પોતાના ધાબા પર ચઢી પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી કાપ્યો છે ના અવાજથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું કડકડતી ઠંડી માં પણ પતંગ રસિયાઓએ ઉત્સાહભેર પતંગ ચગાવી હતી પવન પણ વહેલી સવાર થી સારો હતો એટલે પતંગ ચગાવનાર ને સવાર થીજ મજા પડી હતી અને ઊંધિયું જલેબી ફાફડા ની પણ દરેક ફરસાણ ની દુકાનો પર લાઈનો લાગી હતી અને બોર તલચીક્કી સિંગચિક્કી ની પણ જ્યાફત માણી હતી અને નાના બાળકોએ પણ પીપોડા વગાડી અને ગેસના ફુગ્ગા ઉડાવી મજા માણી હતી અને સંજા કાળે લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઉત્તરાયણ પર્વની નસવાડી ખાતે ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here