ડભોઇ પંથકનો આકાશ ઇન્દ્રધનુષની જેમ રંગબેરંગી પતંગોથી છવાયો

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગર અને આજુબાજુના ગામડાઓમાં પતંગ રસિકો દ્વારા પતંગ ઉડાવી હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણનો પર્વ ઉજવાયો

મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર ગણાય છે સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે.ત્યારે મકરસંક્રાંતિનું પ્રારંભ થાય છે જે ૧૪મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે.
ડભોઇ નગરમાં મકરસંક્રાંતિના દિવસે તમામ ઉંમરના નાના-મોટા યુવક યુવતીઓ તેમજ વડીલો હૃદયમાં ઉતરાયણ ની ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના મકાન ના ધાબા અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો હતો. જેમાં નાના ભૂલકાઓએ પણ પાછીપાની ના કરી પતંગ ઉડાવી ઉતરાયણ ની મજા માણી હતી. જ્યારે દર વર્ષ કરતા આ વર્ષે પવન દેવે પણ પતંગ રસિકો ને સાથ આપતા પતંગ રસિકો માં ખુશી જોવા મળી હતી. સાથે પતંગ રસિયાઓએ સ્પીકર ડીજે ની તાલ ઉપર પતંગ ચગાવી મજા માણી હતી.
ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે મકરસંક્રાંતિ એ સર્વ લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક તહેવાર છે. હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો આ તહેવાર છે જેને લઇ ડભોઈ પંથકમાં લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગ ને કાપી ને આખો દિવસ કાપ્યો છે. એ કાટ્ટા, લપેટ લપેટ જેવી વિવિધ કિકિયારીઓ કરી પ્રદર્શન કર્યું હતું. જ્યારે રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહ્યો હતો પતંગ શોખીનો કાળા અંધારા આકાશમાં પણ સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને “ફાનસ”(કાગળ નો દીવો) જેને ટુક્કલ કે ગુબ્બારા થી ઓળખીયે તે આકાશમાં છોડી રોમાંચિત થયા હતા.
સાથે ખાણીપીણીના શોખીનો દ્વારા આ દિવસે તલ સાંકડી (તલ અને ગોળ માંથી બનાવેલી ચીક્કી)ઊંધિયું મીઠાઇ ખાઈ અને ખવડાવી હતી મકરસંક્રાંતિ નો બીજો દિવસ “વાસી ખીહર” તરીકે પણ મનાવાય છે જેને લઈ ડભોઈ પંથકમાં આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી પતંગ રસિયાઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here