નસવાડીમાં ઇદે મિલાદનું જુલુસ કાઢી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

દેશભર મા આજે ઇદે મિલાદ ની ઉજવણી કરવામાં આવે છે

નબી સાહેબનો એકજ સંદેશ હતો ‘માનવતામાં માનનારા જ મહાન છે

નસવાડી ખાતે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ નું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ જેમાં ગામના તમામ મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જુલુસ સરકાર ફળિયા થી નીકળી સ્ટેશન શહીદ મિયા શેખ ને ત્યાંથી મેમણ કોલોની રહી સરકાર ફળિયા પરત આવ્યુ હતુ જેમાં નાત શરીફ પઢતા પઢતા કાઢવામાં આવ્યું હતું અને જેમાં તમામ બિરાદરો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી માથે ટોપી પહેરી નબીને યાદ કરતા જુલુસ ફેરવવામાં આવ્યુ હતુ.

આપણા દેશમાં તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ અને ખુશીઓ સાથે કરવામાં આવેછે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અહીં દરેક તહેવારોની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવેછે આજે સમગ્ર દેશમાં ઇદે મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે.
દેશભર માં આજે રવિવારે ઇદે મિલાદની ઉજવણી થઈ રહી છે ઉલ્લેખનીય છે કે મુસ્લિમ બિરાદરો નબી સાહેબના જન્મદિવસ ને ઇદે મિલાદ તરીકે ઉજવેછે ઇસ્લામિક કેલેન્ડર મુજબ આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ-અવ્વલ ના ૧૨ મા દિવસે ઉજવવામાં આવેછે અને નબી સાહેબની યાદમા સરઘસ કાઢેછે આ દિવસે વિવિધ સ્થળોએ મોટા કાર્યક્રમોનું પણ આયોજન થાય છે આ પ્રસંગે ઘર અને મસ્જિદ ને પણ શણગારવામાં આવેછે અને નબી સાહેબના સંદેશા લોકો સુધી પોહચાડવામાં આવે છે.

નબી સાહેબ નો જન્મ અરેબિયન શહેર મક્કામા ૫૭૧ ઇસ્વીમા ૧૨ તારીખે થયો હતો નબી સાહેબના જન્મ પહેલાજ તેમના પિતા સ્વર્ગવાસ થયા હતા અને જ્યારે તેઓ ૬ વર્ષ ના હતા ત્યારે તેમની માતા પણ સ્વર્ગવાસ થયા હતા ત્યાર બાદ નબી સાહેબ પોતાના કાકા અને દાદા સાથે રહેવા લાગ્યા હતા આ નબી સાહેબની ટૂંકી વિગત હતી અને ઇદે મિલાદ ના તહેવારની નસવાડી ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here