નસવાડીના ખેડૂતોએ કરી રક્ત ચંદનની ખેતી… ખેડૂત બની શકે છે માલામાલ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકામાં ખેડૂતોએ રક્ત ચંદન ની ખેતીનો નવતર પ્રયોગ કર્યોછે જેમાં સોના બરાબર કહેવાતા રક્ત ચંદનના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે ચંદનની ખેતી કરનાર ખેડૂત ને ચંદન ની ખેતી લાંબા ગાળે માલદાર કરી શકેછે જે નસવાડીના ખેડૂત ભાઈઓ એ વાવેતર કરી દીધું છે જે ચંદન ની ખેતી કરીછે જે નામે રણજીતસિંહ આનોપસિંહ તથા ભારતસિંહ અનોપસિંહ તથા નારણસિંહ અનોપસિંહ આ ત્રણ ભાઈઓ એ નસવાડી ખાતે રક્તચંદન ની ખેતી હાલ ચાલુ વર્ષે કરી છે એમના જણાવ્યા મુજબ રક્તચંદન નું વાવેતર કરવામાં બે બાઈ બે ફૂટના ખાડા કરી એક મહિનો તાપવામાં દેવામાં આવેછે જેથી હાનિકારક સૂક્ષ્મ જીવો નાશ પામે ત્યાર બાદ આ ખાડામાં ૨૫ ટકા માટી ૨૫ ટકા સેન્દ્રીય ખાતર ૫૦ ટકા રેતી ભેળવી ભરી દેવાય છે જરૂરિયાત મુજબ ટપક પધ્ધતિથી આ ખાડામાં જરૂરિયાત મુજબનું પાણી મળે તેવી વ્યવસ્થા કરાય છે સફેદ ચંદન માટે ૧૨x૧૫ ફૂટ તેમજ રક્ત ચંદન માટે ૧૦x૧૫ ફૂટ ના અંતરે છોડવાઓ નર્સરી કે ફાર્મ માંથી પસંદગી કરી લવાય છે ત્યાર બાદ ૨ ઇંચ છોડથી ઊંડો ખાડો કરી વાવેતર કરવામાં આવેછે અને એક અઠવાડિયા સુધી રોજ પાણી આપવામાં આવેછે ચંદન પરાવલંબી પેરસાઈટિક છોડ છે આથી તે નાઇટ્રોજન વગેરે જમીન માંથી પોતે લેતુ નથી પરંતુ બાજુમાં બીજા યજમાન છોડ કે ઝાડ માંથી લેય છે જોકે રક્ત ચંદન સંપૂર્ણ સ્વતંત્ર છે તેને બીજા છોડની જરૂર નથી નર્સરી લેવલે ચંદનને પોષણ આપવા માટે મહેંદી વાવવામાં આવે છે પરંતુ ચંદન સાથે લીમડો બાવળ આંબો સરગવો લીંબુ જામફળ ચીકુ નાળિયેરી આદિ છોડ યજમાન છોડ તરીકે વાવી શકાય છે એમ ત્રણ વર્ષ બાદ નાના નાના અયોગ્ય ડાળીયોના કટિંગ કરવામાં આવે છે જેથી યોગ્ય વૃદ્ધિ કરી શકાય આમ ચંદન દુનિયાનું મોટું ઝાડ છે કારણ કે આના લાકડા પ્રતિ કિલો ૮૦૦૦ ની આસપાસ વેચાય છે એક ઝાડ માંથી ૧૫ થી ૨૦ કિલો લાકડુ નીકળે છે જેને વેચવા પર દોઢ લાખ થી બે લાખ રૂપિયા કમાઈ થાય છે ચંદન એ એક એવુ ઝાડ છે જેના લાકડા ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતાથી જોડાયેલી છે અને હિન્દૂ ધર્મ માં પૂજા પથ મા હોય તો તેનુ મહત્વ વધી જાય છે અને આનું મહત્વ અહીં સુધી સીમિત નથી પરંતુ આના લાકડાથી ઔષધી તથા સુગંધિત અત્તર બનાવવામાં આવે છે એટલા માટે એની માંગ દેશ નહી પરંતુ આખા વિશ્વમાં મોજુદ છે ઉત્પાદન ઓછું હોવાના કારણે ચંદનના લાકડાની કિંમત બહુ વધારે છે વર્તમાન સમયમાં ભારતમાં ૭૦૦૦ થી ૮૦૦૦ ટન પ્રતિ વર્ષ લાકડા નીકળે છે પણ ઉપલબ્ધતા માત્ર ૧૦૦ ટન સુધી છે એના કારણે આની કિંમત ૬૦૦૦ થી લઈને ૧૨૦૦૦ રૂપિયા કિલો દીઠ છે અને ચંદનની ખેતીના નિયમ દેશમાં વર્ષ ૨૦૦૦ ના પહેલા ચંદન ને ઉગાડવા અને કાપવાની મનાઈ હતી અને સાલ ૨૦૦૦ પછી સરકારે હવે ચંદનની ખેતી ને સહેલી બનાવી દીધી છે જો કોઈ ખેડૂત ચંદન ની ખેતી કરવા માંગતો હોય તો તે જંગલ ખાતાના વિભાગમાં સંપર્ક કરી શકેછે ચંદનની ખેતી માટે કોઈ પણ જાતના લાયસન્સની જરૂર નથી ખાલી ચંદન કાપતી વખતે વન ખાતા માંથી નો ઓબજેક્શન સર્ટિફિકેટ લેવુ પડેછે જે આશાની થી મળી જાય છે આમ રક્ત ચંદન ની ખેતી કરવામાં આવેછે રક્ત ચંદન ના છોડ પકડી ઉભા રહેલા ખેડૂતો નજરે પડે છે અને છોડ ને રોપવામાં આવતા ખેડૂતો તસ્વીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here