નર્મદા LCB પોલીસે રાજપીપળા પોલીસ મથકમાં નોધાયેલા ગુનામા નાસતો ફરતો આરોપી ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

2019 માં પ્રોહીબીશનના કેસમા ઝેર ગામનો આરોપી ફરાર થયો હતો

નર્મદા જિલ્લા પોલીસ વડાએ તમામ પોલીસ મથકમાં ગુનાના કામમા ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવાની સુચના આપી હોય નર્મદા LCB પોલીસે 2019 ના ગુનામાં ફરાર થયેલા આરોપીને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર ગરુડૈશવર તાલુકાના ઝેર ગામના નિશાળ ફળીયામાં રહેતો આરોપી દીપક અંબાલાલ તડવી નાઓની સામે રાજપીપળા પોલીસ મથકમાં 2019 ના વર્ષમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસરનો ગુનો નોંધ્યો હતો આ ગુનામાં આરોપી એક વર્ષથી નાસતો ફરતો હતો.

આવા નાસતા ફરતા લાલશાહી વાળા આરોપીઓને પકડવા ની પોલીસ વડાની તાકીદ અને સુચના હોય LCB ના પી.એસ. આઇ. સી.એમ. ગામીતે પોતાના સહકર્મચારીઓ સાથે ઝેર ગામના આ નાસતા ફરતા આરોપીને તેના ધરે થી ઝડપી પાડયો હતો અને રાજપીપળા પોલીસ મથકના હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here