મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સિમાચિન્હ

ગોધરા,(પંચમહાલ)

ભારત સરકારે જાહેર કરેલા સ્ટાર્ટઅપ રેન્કીંગ-ર૦૧૯માં ગુજરાત બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે પ્રથમક્રમે

સતત બીજીવાર સ્ટાર્ટઅપ રેન્કીંગમાં પ્રથમ નંબરે ગુજરાત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે સતત બીજીવાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની ગૌરવ સિદ્ધિ મેળવી છે, ભારત સરકારના ડીપીઆઇઆઇટી દ્વારા આજે જાહેર કરવામાં આવેલા દેશના રાજયોના સ્ટાર્ટઅપ રેન્કીંગ-૨૦૧૯માં ગુજરાતે સતત બીજા વર્ષે આ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે.
ગુજરાત ઊદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના ઊદ્યોગ સાહસિકો, યુવાઓની આ ઊદ્યમીતાને સરકારના અનેક નવિનતાભર્યા પ્રોત્સાહનોથી બળ મળતું રહે છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે યુવા વિદ્યાર્થીઓના નવા સંશોધનોને વ્યાપક અવસર આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી પણ સફળતાપૂર્વક અમલી કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીની રાજ્યના યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાની આવી પહેલ તેમજ સાતત્યપૂર્ણ અને સતત મદદને પગલે ગુજરાતે ર૦૧૭માં ‘‘પ્રાઇમીનીસ્ટર્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન પબ્લીક એડમીનીસ્ટ્રેશન’’ મેળવેલો છે.
એટલું જ નહિ, સ્ટાર્ટઅપ ઇન્ડીયા પ્રોગ્રામના સફળ અમલીકરણ માટે ર૦૧૮ના વર્ષનો બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકેનો એવોર્ડ પણ ગુજરાતે હાંસલ કર્યો હતો.
હવે, ર૦૧૯ના વર્ષનો પણ સ્ટાર્ટઅપ ક્ષેત્રે બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ જિતીને ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં નવું સિમાચિન્હ અંકિત થયું છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ર૦૧૯ના સ્ટાર્ટઅપ રેન્કીંગ ફ્રેમવર્કમાં ૭ રિફોર્મ્સ એરિયાઝ અને ૩૦ જેટલા એકશન પોઇન્ટસની કસોટી એરણે ગુજરાતે શ્રેષ્ઠતા મેળવી છે.
આ ૩૦ પોઇન્ટસમાં મુખ્યત્વે ઇન્સ્ટીટયુશનલ સપોર્ટ, ઇઝીંગ કોમ્પ્લાયન્સીસ, રિલેક્ષેશન ઇન પબ્લીક પ્રોકયોરમેન્ટ નોર્મ્સ, ઇન્કયુબેશન સપોર્ટ, સિડ ફંડીંગ સપોર્ટ, વેન્ચર ફંડીંગ સપોર્ટ તેમજ અવેરનેસ એન્ડ આઉટ રીચમાંથી ગુજરાતે બહુધા પોઇન્ટસમાં લીડર-અગ્રેસરતા હાંસલ કરેલી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી-ર૦ર૦માં પણ સ્ટાર્ટઅપને સિડ સપોર્ટ, સસ્ટેઇનન્સ એલાઉન્સ, સ્કીલ ડેવલપમેન્ટ માટે સહાય, સોશિયલ ઇમ્પેકટ ધરાવતા સ્ટાર્ટઅપને વધારાની સહાય જેવા અનેક પ્રોત્સાહનો જાહેર કરેલા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્કીમ ફોર આસીસ્ટન્સ ફોર સ્ટાર્ટઅપ-ઇનોવેશન અન્વયે ૧પ૦૦ કરતા વધુ સ્ટાર્ટઅપ નોંધાયેલા છે અને રૂ. ૩૦ કરોડ કરતા વધુ રકમની નાણાં સહાય ર૬૦ થી વધુ સ્ટાર્ટઅપને આપવામાં આવેલી છે.
રાજ્યમાં આઇ.ટી અને આઇ.ટી.ઇ.એસ સ્ટાર્ટઅપ પોલિસી તહેત રપ થી વધુ સ્ટાર્ટઅપ અને ૬ ઇન્કયુબેટર્સને રૂ. ર કરોડ જેટલી નાણાં સહાય અપાઇ છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં ૧૩૦થી અધિક યુનિવર્સિટી, કોલેજો અને ૮૦૦ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપને સપોર્ટ સરકારે આપેલો છે.
ગુજરાતમાં કોલોબરેટીવ પ્લેટફોર્મ સાથેની ઇકોસિસ્ટમ દ્વારા સ્ટાર્ટઅપ, ઇન્કયુબેટર્સ, ઇન્વેસ્ટર્સ, રાજ્ય સરકાર અને અન્ય હિત ધારકો મળીને યુવાનોના વિચારોને વાસ્તવિક રૂપ આપવાનું સાનુકૂળ વાતાવરણ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ બધાના સમન્વય અને સહયોગથી ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વધુ સક્ષમ બનાવવા પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીની આ પ્રતિબદ્ધતામાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતને મળેલું આ બેસ્ટ પરફોર્મર સ્ટેટ રેન્કીંગ-ર૦૧૯ એક નવું સિમાચિન્હ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here