નર્મદા જીલ્લો બન્યો બોગસ ઝોલાછાપ તબીબોનો અડ્ડો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લા LCB પોલીસ સહિત SOG પોલીસે પાંચ બોગસ તબીબો ને ઝડપી પાડયા

રાજપીપળા , લાછરસ , અગર, સાગબારા ના રોજદેવ સહિત સેલંબા ખાતે થી બોગસ તબીબો ઝડપાતાં સમગ્ર જીલ્લા મા ભારે ચકચાર

નર્મદા જીલ્લા ના આદિવાસી વિસ્તારોમાં બોગસ તબીબો નો જાણે કે રાફડો ફાટ્યો હોય એમ એક પછી એક બોગસ તબીબ ઝડપાતા લોકો મા ભારે ચકચાર મચી જવા પામી છે.

નર્મદા જીલ્લા પોલીસ તેમના ઉપલા અધિકારીઓ વડોદરા રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને માર્ગ દર્શન થી ભારે મુસતેદ બની છે, અને ઠેરઠેર ચેકીંગ હાથ ધરી પોતાના બાતમીદારો ને કામે લગાડી એક પછી એક બોગસ તબીબ ઝડપી રહી છે.
નર્મદા જીલ્લા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ. પટેલ સહિત LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેમજ સ્ટાફ ના જવાનો એ જીલ્લા માથી ચાર બોગસ તબીબ ઝડપી પાડયા હતા.

રાજપીપળા ખાતે ના વિશ્રવકર્મા મંદિર પાસે , એમ.વી. રોડ ઉપર દવાખાનુ ચલાવતા ડૉ. પ્રશાંત ચંદ્રકાંત પટેલ રહે. મહાલક્ષમી સોસાયટી, ગાંધી ચોક પાસે, રાજપીપળા નાઓની પાસે હોમિયોપેથી ની ડીગ્રી હોવા છતાં તેઓ પોતાના દવાખાનામાં મા એલોપથી ની દવાઓ સીરપ ઇન્જેક્શનો રાખી એલોપથી ની સારવાર કરતો ઝડપી પાડયો હતો .
સાગબારા તાલુકા ના રોજદેવ મા તો એક ખેડુતો ના ખેતર મા ઝુપડુ બાંધી તેમા દવાખાનુ ચલાવતા ડૉક્ટર ઝડપી પડાયો હતો મુળ પશ્રિમ બંગાળ ના નદિયા જીલ્લા નો સંજયકુમાર કાર્તિકચંદ્ર સીલ નામના બોગસ તબીબ ને પણ નર્મદા એલ.સી.બી. પોલીસે બાતમી ના આધારે ઝડપી પાડયો હતો.

આ ઉપરાંત રાજપીપળા પાસે ના લાછરસ ગામ ખાતે થી રાજકુમાર સુધિરભાઇ રાવલ મુળ રહે. ચાપલપુર, ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા વર્ષો થી લાછરસ ગામ ખાતે કોઈ પણ જાતની ડીગ્રી વિના દવાખાનુ ચલાવતો ઝડપાયો હતો.પોતે પ્રેક્ટીસ ના આધારે દવાખાનુ ચલાવતો હોવાનું તેણે જણાવ્યું હતું.

તિલકવાડા તાલુકા ના અગર ગામ ખાતે થી પણ દિનેશકુમાર રધુનાથ અધિકારી નામનો મુળ રહેવાસી પશ્રિમ બંગાળ નો વગર ડીગ્રી એ અનુભવ ના આધારે દવાખાનુ ચલાવતો અને લોકો ના સ્વાસ્થય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપી પાડયો હતો.

આ ઉપરાંત નર્મદા SOG પોલીસે પણ સેલંબા ખાતે થી હોમિયોપેથી ની ડીગ્રી ધરાવતો અને એલોપથી ની દવાઓ સીરપ ઇન્જેક્શનો રાખી સારવાર કરતો મહેન્દ્ર ગણેશ મહાજન નામનો તબીબ એલોપથી ની દવાઓ સાથે ઝડપી પાડયો હતો .

નર્મદા પોલીસે ઝડપી પાડેલાં આ તબીબો સામે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ની ધારા મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી ધરી તેમના પાસે થી રુપિયા 3.36 લાખની દવાઓ સહિત નો અન્ય ચીજ વસ્તુ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here