નર્મદા જીલ્લા તિલકવાડા પોલિસે ફિલ્મી ઢબે પીછો કરી કાર સાથે વીદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

4.53 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો કાર રસ્તા મા મુકી કાર ચાલક ફરાર

નર્મદા જીલ્લા ના તિલકવાડા પોલીસ મથક ના જવાનો એ ફિલ્મી ઢબે પીછો કરી ફોરવીલ ગાડી સાથે લાખો નો મુદ્દા માલ ઝડપી પાડતા બૂટલેગરો માં ભારે ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસ સ્ટાફના જવાનો દેવલિયા ચોકડી ખાતે નાઈટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એક ફોરવીલ ગાડી દેવલીયા તરફથી પૂર ઝડપે આવતા તિલકવાડા ચાર રસ્તા નજીક નાકા બંધી જોઈ પોતાની ગાડી કામસોલી ટેકરા ગામ નજીક મૂકી કાર નો ચાલક ફરાર થયો હતો, ઘટનાને પગલે તિલકવાડા પોલીસે ફોર વિલ ગાડી સાથે ઈંગ્લીશ દારૂ નો 4 લાખ 53 હજારથી વધુનો મુદ્દા માલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. એમ. લટા તથા પોલીસ સ્ટાફના માણસો દેવલીયા ચોકડી ખાતે નાકા બંધી કરી વોચમાં હતા જે દરમિયાન એક GJ 23 AF 8995 નંબર ની ફોરવિલ ગાડી ભાદરવા ગામ તરફથી દેવલીયા ચોકડી તરફ પુરપાટ ઝડપે આવતા પોલીસ સ્ટાફના માણસોએ કાર ઊભી રાખવા માટે ઈશારો કરતા કાર ચાલેક પોતાની ગાડી તિલકવાડા તરફ હંકારી મુક્તા, પોલીસ ને શંકા જતા પોલીસ સ્ટાફના માણસોએ ફિલ્મી ઢબે કાર નો પીછો કરેલ હતો,આ દરમિયાન તિલકવાડા ચાર રસ્તા ખાતે ફરજ પર હાજર પોલીસ સ્ટાફના માણસોએ બેરીકેટ મૂકી રસ્તો બંધ કરેલ હોવાથી ફોરવીલ કાર ચાલક પોતાની ગાડી પરત દેવલ્યા તરફ હંકારી લાવી કામસોલી ટેકરા ગામેં કાર વાળી ને ગામના છેવાડે પોતાની કાર મૂકી અંધારા નો લાભ લઇ અજાણ્યો કાર ચાલક આરોપી ફરાર થયી ગયો હતો.

પોલિસે કાર જોતા તેની તલાસી કરતા તેમાથી ભારતીય બનાવટ ના ઈંગ્લીશ દારૂ ની નાની મોટી બોટલ મળી કિંમત રૂપિયા 2,53,470 તથા ફોરવિલ ગાડી કિંમત રૂપિયા 2 લાખ મળી રૂપિયા 4,53,470 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ગુનો દાખલ કરી ફરાર થયેલા આરોપી ની ઓળખ કરી, તેમજ કાર નો માલિક કોણ, તેમજ આ વિદેશી દારૂ નો જથ્થો ક્યાંથી આવ્યો ક્યાં જવાનો હતો તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here