હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જાંબુઘોડા તાલુકાના ભાણપુરા ખાતે કાર્યક્રમ યોજાયો

હાલોલ, (પંચમહાલ) કનુભાઈ બારીયા :-

પંચમહાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ ગામોમાં પરિભ્રમણ કરી રહી છે ત્યારે આ યાત્રા અન્વયે હાલોલના ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જાંબુઘોડા તાલુકાના ભાણપુરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા સરકારશ્રીની ૧૭ યોજનાઓ અંતર્ગત નાગરિકોને લાભાન્વિત કર્યા હતા.
કાર્યક્રમમાં મેરી જુબાની મેરી કહાની,સોઈલ હેલ્થ કાર્ડનું મહત્વ,પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે પ્રગતિશીલ ખેડૂતોનું ઉદ્દબોધન રજુ કરાયું હતું.

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામા આવ્યું હતું. તા.૧૨ ડિસેમ્બરથી ચાલુ થતી તાર ફેંસિંગ યોજનાનો I-khedut પોર્ટલ પર અરજી કરી વધુમા વધુ સંખ્યામાં ખેડૂતો લાભ લે તે માટે અનુરોધ કરાયો હતો. કાર્યક્રમમા AGR-50 યોજનામાં ટ્રેક્ટર ઘટકની પૂર્વ મંજૂરીઓનુ વિતરણ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here