અહો આશ્ચર્યમ: આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્યની પોતાની જ મિલકતની એસીબી દ્વારા તપાસ કરાવવાની મુખ્યમંત્રીને રજૂઆત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્યના તમામ ધારાસભ્યો સાંસદ સભ્યો IPS IAS અધિકારીઓ ની પણ સંપત્તિઓઅને આવક ની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે ની માંગ

આમ આદમી પાર્ટી પોતાના નિત નવા હથકંડા માટે ખૂબ જ પ્રચલિત છે. પછી તે પ્રજાજનોને મફત મા આપવાની વિવિઘ યોજનાઓ હોય, કે વિકાસ નાં કામો દેશવાસીઓ સમક્ષ હર હંમેશ ચર્ચામાં રહેવું એ આમ આદમી પાર્ટી સુપેરે ખૂબ જ સારી રીતના જાણતી હોય છે, ત્યારે લોકસભાની ચૂંટણીઓ આગામી દિવસોમાં ખૂબ જ નજીક આવતી હોય ને આમ આદમી પાર્ટીના ગુજરાતના ઈડર ખાતેના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર પાઠવી પોતાની સંપત્તિઓનો એસીબી દ્વારા ચેકિંગ કરવામાં આવે અને સંપત્તિઓની તેમજ આવક ની તપાસ થાય ની સ્વેચ્છિક માંગણી કરતા ગુજરાતના રાજકારણમાં રાજ્ય ની જનતા ને પ્રભાવિત કરવાનો એક સરસ કીમીયો ઝડપી પાડ્યો છે.

આમ આદમી પાર્ટીના ઈડરના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને 8 મી ડિસેમ્બર ના રોજ પત્ર પાઠવી જણાવ્યું છે કે મારા ઉપર એસીબીની તપાસ મુકવામા આવે!!!! આશ્ચર્યચકિત કરી દેતી ધારાસભ્યની આ માંગ અને પત્ર એ સરકાર સહિત સરકારી બાબુઓ ને સાણસામાં લેવાનો ખૂબ જ સરસ એક રામબાણ છોડ્યું હોવાનું તેમણે લખેલા મુખ્યમંત્રી ઉપરના પત્ર ઉપરથી ફળીભૂત થઈ રહ્યું છે.

ઈડરના ધારાસભ્ય એ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પોતાનો ધારાસભ્ય તરીકે નો એક વર્ષ નો શાસનકાળ પૂર્ણ થાય છે, જેથી મારા ઉપર એસીબી ની તપાસ મૂકી મારી આવક અને મારી સંપત્તિને તપાસ કરાવો, એવી મુખ્યમંત્રી પાસે પત્ર લખી ને લેખિત માંગ કરી છે, પરંતુ ઈડરના ધારાસભ્ય ઉમેશ મકવાણા ની માંગે રાજ્યના અન્ય 101 ધારાસભ્યો સહિત રાજ્યના 26 સાંસદ સભ્યો અને અસંખ્ય આઈએએસ અને આઇપીએસ અધિકારીઓને પણ સાણસામાં લીધા છે. ધારાસભ્ય ઉમેશ મકવાણા એ મુખ્યમંત્રી ને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યના તમામ ધારાસભ્ય, સાંસદ સભ્યો આઈએએસ આઈપીએસ અધિકારીઓ ની પણ સંપત્તિઓની અને આવક ની એસીબી દ્વારા તપાસ કરવામાં આવે !!! અને આ તપાસ માં જે કાંઈ નીકળીને આવે તેને સરકારની ઓથેન્ટિક વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવે કે જેથી ગુજરાતની જનતાને પોતાના લોક પ્રતિનિધિઓ ની સંપત્તિઓ કેટલી છે, સરકારી અધિકારીઓની સંપત્તિ અને આવક કેટલી છે તેની માહિતી ઉપલબ્ધ થાય!!!

ઈડરના ધારાસભ્ય એ મુખ્યમંત્રીના પાલે છોડેલો આ બાણ કેટલું કારગર નીવડે છે અને તેના ઘાત પ્રત્યાઘાત આગામી દિવસોમાં રાજકીય વાતાવરણમાં અને ગુજરાતની જનતામાં કેવા પડે છે તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here