ખેડૂતોના હક હિત અધિકાર માટે અમદાવાદ કલેકટરને સોશિયલ ડિસ્ટન્સ સાથે આવેદનપત્ર પાઠવતા ખેડૂતો

અમદાવાદ,
આરીફ દીવાન(મોરબી)

અમદાવાદમાં ખેડૂતોએ કર્યો દેખાવ રાજકીય નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ ખાટવાનું બંધ કરો ખેડૂતોને ન્યાય આપો

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોસમના વરસાદથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના કીમતી બિયારણો અને પાક પર મોટું નુકસાન ખેડૂતોને આવ્યું છે જેના અનુસંધાને ખેડૂતો પોતાના હક અધિકાર માટે અમદાવાદ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી બોહોળી ખેડૂતો ન જન સંખ્યામાં દેખાવ કર્યો છે ત્યારે ચૂંટણી વખતે ખેડૂતોના હમદર્દ અને ચિંતક બનેલા કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ના દર્શન દુલભ હોય ત્યારે ખેડૂતોએ પોતાના દર્શન અમદાવાદ કચેરીમાં દેતા હવે પ્રગટ થશે નેતાઓ!? કે પછી ચૂંટણી સમયે જ તે તો આવનાર સમય બતાવશે તાજેતરમાં જ અમદાવાદ ખાતે મોટી જનસંખ્યામાં ખેડૂતો દ્વારાગત તારીખ 9/9/2020 ના રોજ અમદાવાદ જીલ્લા કલેકટર કચેરી સામે ગુજરાત ના ખેડુત આગેવાનો દ્વારા ઘરણા રેલી યૌજી પ્રઘાન મંત્રી શ્રી ને તથા મુખ્ય મંત્રી શ્રી ને સંબોઘી કલેકટર શ્રી ને આવેદનપત્ર આપેલ જેમા ખેડૂતો ના આપઘાતો અટકાવવા સરવૌચ અદાલત ના આદેશ મુજબ નિતી બનાવો રાજયો મા કુષી આયોગ બનાવી બજેટ ફાળવણી કરવામાં આવે (2) ચાલૂ વરસે અતીવરસાદ અને પુર ના કારણે ખુબજ નુકશાન થયુ છે તો ખેડૂતોને એકરે રોકડ સહાય એકરે 25 હજાર રૂપિયા રોકડા તથા જમીન ઘોવાણ નુ વળતળ એકરે 50 હજાર રૂપિયા આપવા મા આવે (3) પ્રઘાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત 2016 થી આજદીન સુઘી નુ વળતળ વ્યાજ સાથે ચુકવી આપવા મા આવે (4) ગુજરાત ના તમામ ખેડૂતો ના દેવા નાબુદ કરવા મા આવે (5) ખેડૂતો ને ઉત્પાદન ના પુરાભાવ આપવા મા આવે મગફળી અને કપાસ રૂપિયા બે હજાર વીસ કિલો ના ભાવે ખેતરો માંથી ખરીદી કરવા આયોજન કરવામાં આવે, (7) કુષી યુનિવર્સિટી નુ ખાનગીકરણ બંઘ કરવા મા આવે (9) આપઘાત કરનાર ખેડૂત પરિવારોને પુરૂ વળતળ આપવા મા આવે (10) રાજય ના તમામ સરવે નંબરો મા સરકારી ખર્ચે સિંચાઈ સવલત કરી આપવા મા આવે વિગેરે માંગ સાથે ખેડુત આગેવાન કપાળે લાલ પટટી તથા કાળી પટ્ટી ધારણ કરી દેખાવ સૂત્રો દ્વારા આવાઝ ઉભો કરયો હતો જેમા ગોવિંદભાઇ વાલાણી, રમણિક જાની, કરસનજી ઠાકોર ભરતસિંહ ઝાલા મુકુંદ પટેલ રોહિત ગોંડલીયા ભાવેશ વોરા દિલસુખ સોજીત્રા સંજય કોટડીયા મનહરસિહ રાઠોડ કાળુભાઈ વિગેરે 25 જેટલા આગેવાનો સોસયલ ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરીને દેખાવો કર્યા હતા અને સરકાર મા માંગ ઉગ્ર રજૂઆત કરી હતી, જે સમગ્ર કાર્યક્રમની તસવીરો માં બહોળી સંખ્યામાં ખેડૂતો તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here