“”હાઈ હાઈ મીરચી”” છોટાઉદેપુર જિલ્લામાં મરચાના ભાવ વધતા ગૃહિણીઓ તથા હોટલ માલિકો પરેશાન…

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જિલ્લામાં લીલા મરચા 200 રૂ કિલો જ્યારે ટમેટા 200 રૂ કિલો વેચાઈ રહ્યા છે. રસોઈના સ્વાદને ઉત્તમ અને તીખો બનાવનાર અને અતિ મહત્વના ગણાતા લીલા મરચા 200 રૂ કિલો મળી રહ્યા છે. જ્યારે ટામેટા પણ 200 રૂ કિલો વેંચાતા ગૃહિણીઓ અને હોટેલ માલિકો પરેશાન થઈ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી ટમેટા, અને લીલા મરચાના ભાવ આસમાને છે. રસોઈના સ્વાદને ટેસ્ટફૂલ બનાવનાર ટમેટા અને મરચા બન્નેના ભાવ આસમાને પોહચી જતા રસોઈ બનાવવામાં ગૃહિણીઓ મૂંઝવણ અનુભવી રહી છે. જ્યારે હોટલ માલિકો પણ ભારે પરેશાન થઈ ગયા છે. રસોઈમાં જે વસ્તુ નાખવી પડે એતો જોઈએજ જેથી મોટી હોટલોમાં મરચાંના ભાવ વધી જતા ભારે મુશ્કેલી ઉભી થઇ છે. જ્યારે ચટપટુ સ્વાદિષ્ટ ભોજન આરોગનારાઓની પણ હાલત કફોડી બની છે. મોળુ મોળુ ખાવું પડે તેવી ફરિયાદો લોકો કરી રહ્યા છે.

ચાઈનીઝ, પંજાબી, ફાસ્ટ ફૂડ જેવી વાનગીઓમાં મચરા તથા ટામેટાની વિશેષ જરૂર પડતી હોય છે. પરંતુ ભાવ વધારાને કારણે પોષાતું નથી. મોટી મોટી હોટલો ચલાવતા હોટલ માલિકો મરચાં તથા ટામેટાના ભાવ વધતા વાનગીઓમાં જેટલો બને તેટલો ઓછો ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ જે વાનગી માં જે મટેરિયલ જોઈએ એ જરૂરી હોય જેથી ઉપયોગ કરવો પડે છે. જ્યારે નફામાં આંશિક ઘટાડો થતા મૂંઝવણ અનુભવતા હોય છે.

છોટાઉદેપુર જિલ્લામાં સવાર સવારમાં નાસ્તાની દુકાનો ઉપર નાસ્તાની સાથે મળતા મરચા ગાયબ થતા નાસ્તાના શોખીનોમાં નારાજગી

છોટાઉદેપુર પંથકમાં મરચાંના ભાવ 200 રૂ કિલો વધી જતાં સવારમાં નાસ્તાની દુકાનો ચલાવતા નાસ્તા સેન્ટરના માલિકોએ નાસ્તાની સાથે આપવામાં આવતા મરચા બંધ કરી દેતા નાસ્તાના શોખીન લોકોમાં નારાજગી ફેલાઈ છે. નાસ્તાનો સ્વાદ મરચાથી આવતો હોય પરંતુ ભાવ વધારાને કારણે નાસ્તાની પ્લેટોમાંથી મરચા ગાયબ થઈ ગયા છે. જેનાથી ગ્રાહકની નારાજગી સામે હોટલ માલિકો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here