નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર છેલ્લા 7 વર્ષથી કારકુનોના ભરોસે ??

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ક્રેડિટ મેનેજર સહિત આઇ.પી ઓ. ની પાંચ જગ્યાઓ સાત વર્ષ થી ખાલી !! લોન મેળવવાની ભલામણો મા અરજદારો ને પડતી હાલાકી

કુટિર ઉદ્યોગ કમિશનર ગાંધીનગર કુંભકર્ણ ની નિદ્રા મા કે આદિવાસી વિસ્તારો ની ઉપેક્ષા ??

નર્મદા કલેક્ટર ધટતી કાર્યવાહી કરે એવી નર્મદા જીલ્લાવાસીઓ ની માંગ

નર્મદા જીલ્લા કલેક્ટરાલય ના ત્રીજા માળે ચાલતા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મા છેલ્લા સાત સાત વર્ષો થી કામગીરી કારકુનો ના ભરોસે ચાલતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, કચેરીમાં છેલ્લા સાત સાત વર્ષો થી જનરલ મેનેજર સહિત ક્રેડિટ મેનેજર સહિત ના અધિકારી ઓની પાંચ પાંચ પોષ્ટ ખાલી હોય માત્ર કચેરી મા કામ કરતા ચાર કારકુનો ના ભરોસે કચેરી નો વહીવટ ચાલતો હોવાનું બહાર આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના લોકો ને પગભર કરવા માટે જિલ્લા ઉધોગ કેન્દ્ર ખુબજ મહત્વ નુ યોગદાન આપે છે , સબસીડી વાળી લોનો ની મંજુરી અને બેંકો ને ભલામણ કરાતી હોય છે, પરંતુ નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મા કર્મચારીઓ અને તેમાય ખાસ કરીને અધિકારીઓ ની જવાબદારી વાળી જગ્યાઓ ખાલી હોય કામગીરી કોણ કરસે ??

બેરોજગારો અને પોતાના ધંધા નો વિકાસ ઇચ્છતા લોકો જીલ્લા ઉધોગ કેન્દ્રના સહયોગ થી લોન મેળવવાની આવા સેવતાં હોય છે , કારણ ધણી સ્કીમ સબસીડી વાળી હોય છે.હાલ વડાપ્રધાન દવારા જાહેર કરવામાં આવેલ નવીન યોજના ઓ જેનો લાભ લોકો લઇ પગભર થલા ઇચ્છતા હોય છે, પરંતુ કચેરી ભા જનરલ મેનેજર નિવૃત્ત થયા હોય ભરુચ ના જનરલ મેનેજર ને નર્મદા જીલ્લા નો ચાર્જ સોંપવામાં આવેલ છે, અઠવાડિયા મા માત્ર ગુરુવારે જ રાજપીપળા આવતા હોય મોટા ભાગે ભરુચ ની જવાબદારી જનરલ મેનેજર શ્રી દવે ના શીરે હોય અરજદારો ની અરજીઓ મંજુરી માટે રાહ જોતી હોય છે, નર્મદા જીલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર જૈ રેગ્યુલર હોય તો દર મહિને બેંક મેનેજરો સાથે થતી મિટીંગો મા જીલ્લા મા કેટલા ધિરાણ આપવામાં આવયા તેની માહિતી મેળવી શકાય.પરંતુ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના મેનેજર ની રેગ્યુલર પોસ્ટિંગ ન હોય બેંકો ગ્રાહકો ને ધિરાણ આપવામાં અખાડા કરતી હોય છે નિર્ધારિત ટાર્ગેટ સુધી પહોંચી શકાતું નથી.બેંક મેનેજરો પોતાની મનમાની કરી ભલામણ વાળી અરજીઓ નો પણ અસ્વિકાર કરતાં હોય છે, જેથી અરજદારો મા બેંકો પ્રતયે રોષ જોવા મળી રહ્યો છે .

આ સઘળી બાબતે કુટીર ઉધોગ કમિશનર ગાંધીનગર અજાણ નથી છતા કુંભકર્ણ ની નિદ્રા મા પોઢી રહયા છે, અધે નર્મદા જીલ્લા મા અધિકારીઓની નિયુક્તિ માટે આંખ આડા કાન કરી રહ્યા છે, જે ખરેખર ખુબજ નિંદનિય છે. કેટલીક બેંક જેવીકે પંજાબ નેશનલ બેંક , કેનરા બેંક ; મહારાષ્ટ્ર બેંક સહિત ની તો ધિરાણ ની તરફેણ માજ નથી જો નર્મદા જીલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર ની ખાલી પોષ્ટ ભરાય તો જરુરીયાતમંદ લોકો ને ઝડપી ધિરાણ મળી સકે છે.અધે તેઓ નાના મોટા વ્યવસાય કરી પગભર થઇ શકે છે.આ મામલે નર્મદા જીલ્લા કલેક્ટર લાગતાં વળગતાં વિભાગ મા જરુરી પરામર્શ કરી નર્મદા જીલ્લા વાસીઓ ની સમસ્યા નુ ઝડપી નિરાકરણ લાવે એવી આશા લોકો મા સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here