નર્મદા જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગનો તઘલખી નિર્ણય….નદીના પટમા જ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવની કામગીરી

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

માછી સમાજના કબ્રસ્તાન પાસે જ તળાવની કામગીરી કરાતા માટી ખનન થતાં કલેક્ટરને આવેદનપત્ર

રાજપીપળા ખાતે કરજણ નદીના કિનારે સ્મશાનગૃહ પાસે તળાવ બનાવવાની કામગીરી નર્મદા જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગ હસ્તક થતી હોવાનું જાણવા મળ્યું છે, રાજ્ય સરકારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો બનાવવા માટેની જાહેરાત કરી હોય ને તળાવો બનાવવામા આવી રહયા છે પણ સરકારી તંત્ર દ્વારા વેઠ ઉતારી તળાવની કામગીરીમા ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું ચર્ચાસ્પદ બનેલ હતુ. આ વાતને રાજપીપળાના સ્મશાનગૃહ પાસે કરજણ નદીના કિનારે નદીના પટમા જ તળાવની કામગીરી કરવામા આવતાં તેમજ તેના કોઈ પણ પ્રકારનો વર્ક ઓર્ડર ઇસ્યુ ન થતાં કામગીરીમા ભ્રષ્ટાચારના આરોપોને સમર્થન મળી રહ્યું છે.      
જયાં તળાવ ખોદવાની કામગીરી કરાતી હતી તેની પાસે જ આદિવાસી સમાજ પણ મૃતદેહોની દફનવિધિ વર્ષોથી કરતો આવ્યો છે, રાજપીપળાનો માછી સમાજ પણ પોતાના બાપ દાદાના જમાનાથી આજ સ્થળે કબ્રસ્તાનમા દફનવિધિ પોતાની માન્યતાઓ અનુસાર કરતો આવ્યો છે.
અચાનકજ તળાવની કામગીરી કરાતા માટી ખનન થતાં માછી સમાજે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતુ અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here