સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયામાં રેડિયો યુનિટી 90 fm નું ની શરૂઆત

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

આજથી ટ્રાયલ રનની શરૂઆત કરાઇ

સ્થાનિક આદિવાસી યુવાનો અને યુવતી બન્યા રેડિયો જોકી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન થયું સાકાર વડાપ્રધાન પોતે રેડીયો એફ એમ નુ લોકાર્પણ કરે ની સંભાવનાઓ

સટેચયુ ઓફ યુનિટી પાસે ના કેવડીયા ખાતે આજરોજ સ્વાતંત્ર્ય પર્વ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેઓની સટેચયુ ઓફ યુનિટી ની છેલ્લી મુલાકાત દરમ્યાન સટેચયુ ઓફ યુનિટી ના સતાધિશો ને સલાહ અને સલાહ સુચન કર્યું હતું કે ઓથોરીટી તરફથી એક કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ની શરૂઆત કરવામાં આવે અને તેમા સ્થાનિક આદિવાસીઓ ને પ્રાધાન્ય અપાય જે અંતર્ગત આજરોજ કેવડીયા ખાતે કોરોના કાળ મા માત્ર છ મહિના નાજ ટુંકા ગાળા મા શરૂ કરવામાં આવેલ છે આ રેડીયો એફ.એમ. 90 સ્ટેશન નુ આજરોજ ટ્રાયલ રન લેવાયો હતો.

કેવડીયા ખાતે શરુ કરવામાં આવેલ રેડિયો સ્ટેશન મા સ્થાનિક આદિવાસી યુવતીઓ ડૉ. નિલમબેન તડવી , ગંગાબેન તડવી , હેતલબેન પટેલ સહિત સમાબેન તેમજ ગુરુશરણ તડવી સહિત નાઓ રેડિયો જોકી ની નવીન ભુમીકા મા જોવા અધે સાંભળવા મળસે.આદિવાસી જોકી ની પસંદગી કરી તેઓને ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે નર્મદા જીલ્લા મા એક નવીન સ્કીલ ડેવલોપ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્કીલ ડેવલપમેન્ટ ના કાર્યક્રમ ને પણ વેગ મળ્યુ છે.

રેડિયો યુનિટી 90 એફ એમ. એક ભારત શ્રેષ્ઠ ભારત ની ટેગ લાઈન થી શરુ થસે. સટેચયુ ઓફ યુનિટી ના 15 કી. મી. ના વિસ્તાર મા આ રેડીયો સાંભળી સકાસે. હાલ માત્ર ટ્રાયલ રન લેવાયો છે ઓફિસીયલ લોન્ચીંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસતે કરવામાં આવે એવી શકયતાઓ વર્તાઇ રહી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here