વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં પોતાનું મતદાન કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નારણપુરામાં મતદાન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યના મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરવાની અપીલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે. લોકોએ સવારથી જ લાઈનમાં ઉભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયાં હતાં. 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 4 કેન્દ્રીય મંત્રી છે.આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો અને દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને લોકોને મત આપવા અપીલ કરી છે.
મતદાન કર્યા બાદ PM લોકોને શુભેચ્છા પાઠવી
આજે અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ PM લોકોને શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. મોદીએ કહ્યું, “હું હંમેશા અહીં મારો મત આપું છું. અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવાર છે અને ચૂંટણી લડી રહ્યા છે. આપણા દેશમાં દાનનું વિશેષ મહત્વ છે અને આ ભાવનાથી દેશવાસીઓએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જો ઉનાળો છે, તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પુષ્કળ પાણી પીવા ની સલાહ વડાપ્રધાને આપી હતી.

અમિત શાહે મતદારોને કરી અપીલ કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે પણ અમદાવાદમાં મતદાન કર્યું હતું. અમિત શાહે લોકોને મત આપવા અપીલ કરી હતી કે, ગાંધીનગર લોકસભાના મારા વ્હાલા ભાઈઓ, બહેનો અને યુવા મિત્રોને ખાસ આગ્રહ કરવા માંગુ છું કે તમારા એક મતમાં મોટી તાકાત છે. અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે, તમારો એક મત ગાંધીનગરને ભારતનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવી શકે છે, ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા સુનિશ્ચિત કરનાર સરકાર બનાવશે, દેશ પર નજર ઉઠાવનારાઓના ઘરમાં ઘૂસીને તેમનો સફાયો કરવાની તાકાતવાળી સરકાર બનાવશે અને વર્લ્ડ ક્લાસ હાઈવે, રેલવે અને એરપોર્ટસ આપવાવાળી સરકાર બનાવશે. એટલે જ તમારા મતની તાકાતને ઓળખો અને અવશ્ય મતદાન કરો તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here