આજરોજ ૭૭ માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સંખેડા ડી બી પારેખ હાઈસ્કૂલમાં ગ્રામ મારી માટી,મારો દેશ કાર્યક્રમ યોજી તકતીનું અનાવરણ કરાયું

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લા ના સંખેડા. ડી બી પારેખ હાઇસ્કુલ ખાતે મારી માટી,મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તકતીનું અનાવરણ કરાયું હતું. માટી કુંભમાં એકત્ર કરાઇ, વૃક્ષારોપણ કરાયું, રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અપાઇ હતી.સ્કૂલની બાળાઓ દ્વારા અલગ અલગ નૃત્ય કરી આર્મીમાં ફરજ બજાવેલ કર્મચારીનું સાલ ઓઢાળી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય દેસાઈ તાલુકા ઉપપ્રમુખ જીતુભાઈ માછી ટીડીઓ ભૂમિકાબેન રાઉલ જિલ્લા તેમજ સંખેડા મામલતદાર વિજય સાહ તેમજ પંચાયત તથા તાલુકા પંચાયતના સભ્યો સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ વસાવા તલાટી કમ મંત્રી હરેશભાઈ આહીર ગ્રામ પંચાયતના સભ્યો આંગણવાડી કાર્યકર સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here