રાજપીપળા વિજય પ્રસૂતિ ગૃહમા ચાલતા નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટરમા સી.ટી. સ્કેનના લેવાતા ચાર્જ રુપિયા 500 ઘટાડાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કોવિડ-૧૯ ના પરિક્ષણમા હવેથી નવા દર મુજબ રૂા. 2500 નો ચાર્જ

રાજપીપલામાં સિવિલ જનરલ હોસ્પિટલ સામે વિજય પ્રસૃતિગૃહ ખાતે કાર્યરત નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર ખાતે હાલની પેડનેમિક પરિસ્થિતિમાં તેમને ત્યાં કોવિડ-૧૯ ના પરિક્ષણ માટે HRCT થતાં હોય છે. સદર HRCT નો ચાર્જ આ સેન્ટર દ્વારા પેશન્ટ પાસેથી અગાઉ રૂા.૩,૦૦૦/- લેવામાં આવતો હતો. જે અંગે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરાયેલા પ્રયાસોથી સદરહું સેન્ટરના તબીબ-સંચાલકશ્રી તરફથી તેમાં રૂા.૫૦૦/- નો ઘટાડો કરી જરૂરી સહયોગ આપેલ છે. હવે પછી પેશન્ટ પાસેથી ફક્ત રૂા.૨૫૦૦/- નો જ ચાર્જ લેવામાં આવશે. આ સિવાય આ સેન્ટર તરફથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક પેશન્ટને તે બાબતની રસીદ આપવામાં આવશે તે મતલબનું લેખિત અનુમોદન નર્મદા જિલ્લા પ્રશાસન-જિલ્લા આરોગ્યતંત્રને નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર તરફથી પાઠવવામાં આવ્યું છે, જેની જાહેર નોંધ લેવા વિનંતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here