નર્મદા જીલ્લામાં પોલીસ વિભાગની અભ્યમ ટીમ ઍક પરિવાર માટે આશીર્વાદ રૂપ બની

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તિલકવાડા તાલુકા માં સાસુ – વહુના ઝગડા માં રાજપીપળા અભયમ ટીમે સુખદ સમાધાન કરાવ્યું

નર્મદા જીલ્લા પોલીસ વિભાગ દ્વારા સંચાલિત અભ્યમ પોલીસ ની વાન પરિવારજનો માટે ભારે સહાય અને મદદ રૂપ બની રહી છે. પરિવાર વચ્ચે ના ઝગડાઓ નું સમાધાન સુપેરે કરાવી લોક ચાહના મેળવી રહી છે, નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા પાસે થી એક મહિલા નો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેઓ ના સાસુ મારઝૂડ કરે છે અને ઘર માંથી કાઢી મુકવાની ધમકીઓ આપે છે જેથી રાજપીપલા અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બને પક્ષોનું કાઉન્સેલીંગ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

મળતી માહિતી મુજબ પરિણીતા બહેન ની છ વર્ષ ની એક દીકરી છે અને પતિ સાથે રહે છે. તેમના સાસુ અલગ રહે છે પરંતુ વારંવાર ઝગડો કરવા આવે છે. જ્યારે મારા પતિ ઘરે ના હોય ત્યારે આ બહેન ને કઈ ને કઈ બાબતે ઝગડો શોધી ગળુ દબાવી દે છે અને મારા ઘર માંથી નીકળી જાવ આ બધું મારા નામે છે. તમારો કોઈ હક નથી મારો દીકરો તારો થઈ ગયો છે મને સારું નથી રાખતો તારું કહેલું માને છે. એવું કહી રોજ માનસિક ત્રાસ આપે છે. અને મારવા લાગે ત્યારબાદ સામે પક્ષ નું કાઉંન્સેલિંગ કર્યું તો તેમણે જણાવેલ કે મારો દીકરો કમાતો નથી હું મારી દુકાન ચલાવું જેમાંથી એ જ મારી પાસે પૈસા માગે છે. અને મને સારી રીતે બોલાવતો નથી તેની પત્નીનો જ થઇ ગયો છે,મારી દીકરી ઓ ઘરે આવે એમને બોલાવે નહિ તો હું એમની સાથે કેવી રીતે સારું રાખું તેમ સાસુ એ જણાવતા બંને પક્ષો ને શાંતિ પૂર્વક સમજાવ્યા અને કાયદાકીય સમજ આપી ફરી વાર હાથ ના ઉપાડે કે કોઈ પણ રીતે ધમકીઓ ના આપે અને વહુ ને પણ દીકરી સમાન રાખે જણાવી બને પક્ષો ને સમજાવી પારિવારિક ઝગડા નું સુખદ સમાધાન કરાવતા આ પરિવારે અભયમ ટીમ નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here