નર્મદા જિલ્લામાં હાઇવે રોડ પર પણ રખડતા જાનવરો નો આતંક

દેડિયાપાડા,(નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડા ની માચ ચોકડી પાસે શ્વાન બાઈક સામે આવી જતા મોટર સાયકલ સવાર મહિલાનું મોત

રાજપીપળા નગર સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં રખડતા જાનવરો થી લોકો કંટાળી ચૂક્યા છે સ્થાનિક તંત્ર કે સરકાર પણ આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેતી હોય એમ જણાતું નથી ત્યારે હાલમાં ડેડીયાપાડા નાં માંચ ચોકડી તરફ જતા માર્ગ પર મોટર સાયકલ પર જતાં દંપતી ની બાઈક સામે કૂતરું આવી જતા અકસ્માત માં મોટર સાયકલ પાછળ બેસેલ મહીલા નુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની માંચ ચોકડી આગળના માર્ગ પરથી પસાર થતા શૈલેષભાઇ અમરસીંગભાઇ વસાવા રહે.બાબદા ડુંગરી ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓ પોતાના કબજામાંની હોન્ડા મોટર સાયકલ નં.GJ-16-DE-4958 ની પૂરપાટ ઝડપે હંકારી લઈ જતા રસ્તામાં અચાનક એક કૂતરૂ મોટર સાયકલ ની સામેજ આવી જતા અચાનકજ બ્રેક મારતા પાછળ બેસેલ સુમીત્રાબેન શૈલેષભાઇ વસાવા ઉ.વ.આ.૩૦ રહે.બાબદા ડુંગરી ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા નાઓ મોટર સાયકલ ઉપરથી નીચે રોડ ઉપર પડી જતા માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર દરમ્યાન તેમનું મોત થતાં ડેડીયાપાડા પોલીસે આકસ્મિક મોત નો ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here