શહેરા : લોકડાઉન દરમ્યાન બરોડા ગ્રામીણ બેંક ખાતે લાગેલ લાંબી-લાંબી કતારોએ નોટબંધીની યાદ તાજી કરાવી…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

સમસ્ત વિશ્વને હિચકારે ચઢાવનાર કોરોના વાયરસે જુલમની બધી જ હદો પાર કરી નાંખી છે, જાણે કે યમરાજનો દૂત બનીને આવ્યો હોય એમ વ્હોલસેલમાં માનવ જીવોનું હનન કરી રહ્યો છે તેમ છતાં આજ દિન સુધી તેનો કોઈ ઇલાઝ કે પછી ઉપચાર સામે નથી આવ્યો…પરંતુ ઉપાયરૂપે સામાજિક દુરી રાખવા લોકડાઉન એક માત્ર વિકલ્પરૂપે કામ આવી રહ્યો છે જેના કારણે હાલ શહેરા સહિત સમગ્ર જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે બેંકની બહાર જે લાઈનો લાગી રહી છે તેને જોતા નોટ બંધીની યાદો તાજી થઇ રહી છે. નોટબંધીના સમયે પણ સમગ્ર ભારત દેશમાં લાંબી-લાંબી કતારોની તસ્વીરો સામે આવી રહી હતી અને આજે તાલુકા મથકે આવેલ બરોડા ગ્રામીણ બેંક ખાતે સવારથી જ ખાતેદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. દસથી વધુ ગામના લોકો આ બેંકના ખાતેદારો છે અમુક ખાતેદારો પાસે વાહન ન હોવાથી નજીવી રકમ લેવા માટે બેંક ખાતે પાંચ કિમી સુધી ચાલીને આવતા હોય છે. થાકેલા પાકેલા બેંક ખાતે આવીને ધમધમતા તાપમાં પણ લાઇનમાં ઉભેલ જોવા મળતા હોય છે. સીનીયર સીટીઝન હોય કે પછી અન્ય ખાતેદારો આજ લાઈનમાં ઉભેલા જોવા મળતા હોય છે. જ્યારે આ સહિત અન્ય બેન્કોમાં પણ અહીં જોવા મળતા દ્રશ્યો ત્યાં પણ જોવા મળતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here