છોટાઉદેપુ રંગપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અનડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ગણતરીના દિવસમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા રંગપુર પોલીસ

છોટાઉદેપુર, આરીફ પઠાણ :-

છોટા ઉદેપુર તાલુકાનાતા.૧૨/૦૪/૨૦૨૨ ના રોજ રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ અત્રોલી ગામે ખુંદાપીપળા ફળીયાની સીમમાં લીલાબેન તે હરસીંગભાઇ જોરીયાભાઇ રાઠવા ઉ.વ.૨૩ રહે.સનાડા તા.જી.છોટાઉદેપુર નાઓની લાશ મળી આવેલ હતી મરણ જનારને કોઇ અજાણી વ્યકિત દ્વારા શરીરે ઇજાઓ પહોંચાડી ગળામાં ટુંપો આપી મોંત નીપજાવતા રંગપુર પોલીસ સ્ટેશનમાં મરણ જનાર પિતા દ્વારા ફરીયાદ આપવામાં આવેલ જે સંબંધે રંગપુર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૮૨૨૦૧૯૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૨ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો  આ ગુનો પ્રથમથી જ વણ શોધાયેલ હતો.
સદર વણ શોધાયેલ ગુનાને શોધી કાઢવા શ્રી એમ.એસ.ભરાડા ઇન્ચા. પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા વિભાગ, વડોદરા નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા.પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને ઉપરોકત વણ શોધાયેલ ગુનો શોધી કાઢવા જરૂરી સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.કાટકડ નાઓ સાથે સંકલનમાં રહી શ્રી એચ.એચ.રાઉલજી તથા શ્રીએન.એમ.ભુરીયા પો.સ.ઇ. રંગપુર પો.સ્ટે. નાઓએ આ ગુનામા સંડોવાયે આરોપીને શોધી કાઢવા સારૂ હયુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સ ટીમ દ્રારા અલગ-અલગ દિશામાં તપાસ કરાવતા એવી હકીકત જણાય આવેલ કે આ કામે મરનાર લીલાબેન તે હરસીંગભાઇ જોરીયાભાઇ રાઠવા તથા આ કામના આરોપી કરશનભાઇ વેસ્તાભાઇ રાઠવા રહે.અત્રોલી ખુંદાપીપળા ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓની વચ્ચે પ્રેમ સંબધ હતો જેથી કરશનભાઇ રાઠવા નાઓની તપાસ કરી તેની પૂછ-પરછ કરતા પ્રથમ તે ગલ્લા-તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય પંરતું તેને વિશ્વાસમાં લઇ ઘનિષ્ઠ અને ઉડાણપૂર્વક પુછ-પરછ કરતા અંતે તેને પોતે ગુનો કરેલાની કબુલાત કરેલ અને જણાવેલ કે મરનાર લીલાબેન રાઠવા નાઓને તે પ્રેમ કરતો જેથી લીલાબેને તેને છોટાઉદેપુર આવવા કહેતા તે પોતાની મોટર સાયકલ લઇને છોટાઉદેપુર આવેલ અને ત્યારબાદ મરણ જનારને પોતાની મોટર સાયકલ ઉપર બેસાડી ખુંદાપીપળા ફળીયાની સીમમાં લઇ ગયેલ હતો ત્યાં મરણ જનારના મોબાઇલ ફોન ઉપર અલગ-અલગ વ્યકિતઓના ફોન આવતા હોય જેથી આરોપીએ મરણ જનારને કહેલ કે કોના ફોન આવે છે હું તારી સાથે છું તેમ છતા તુ અન્ય વકિતઓ સાથે ફોનથી વાતો કેમ કરે છે તે બાબતે તેઓ બન્ને વચ્ચે ઝઘડો થયેલ અને ઝપાઝપી કરી એક બીજા સાથે મારા-મારી થયેલ તે દરમ્યાન આ કામના આરોપી કરશનભાઇ રાઠવા નાએ મરણ જનાર લીલાબેનનું ગળું દબાવી દઇ સ્થળ ઉપર મોંત નિપજાવી દીધેલ અને સ્થળ ઉપરથી ભાગી ગયેલાની હકીકત જણાવી ગુનો કરેલાની કબુલાત કરતા સી.આર.પી.સી. ૪૧ (૧) એ મુજબ આરોપીની અટકાયત કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
આમ, છોટાઉદેપુર એલ.સી.બી. તથા રંગપુર પોલીસ દ્વારા ગણતરીના દિવસમાં રંગપુર પો.સ્ટે. ખાતે નોંધાયેલ અનડીટેકટ મર્ડરનો ભેદ ઉકેલી કાઢી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
 *પકડાયેલ આરોપી ઃ-*
**  કરશનભાઇ વેસ્તાભાઇ રાઠવા રહે.અત્રોલી ખુંદાપીપળા ફળીયા તા.જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here