નર્મદા જીલ્લાના સાગબારાના ખોચરપાડા ગામે પત્નિ સાથે આડા સબંધ બાદ રિતી રિવાજ મુજબ સમાધાન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સમાધાન બાદ આડા સબંધ ની રીસ રાખી ચપ્પુ મારી ઇજા કરતા ફરિયાદ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોચરપાડા ગામમાં એક ઈસમ ની પત્નિ સાથે ના આડા સબંધ હોય ગામના આ મામલે ગામ ના પંચો થકી થયેલા સમાધાન ની રીસ રાખી ચપ્પુ મારી ઇજા કરનાર શખ્સ સામે પોલીસ મથક મા ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર જગદીશભાઇ દામજીભાઇ વસાવા, રહે.ખોચરપાડા,તા.સાગબારા, જીલ્લો નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ રાત્રીના અઢી એક વાગ્યાના અરસામાં તેમના ઘરે ગૌતમભાઇ રીતલાલ વસાવા નાઓ હાજર હોઇ જેથી જગદીશભાઈ ને તેમની પત્નિ સાથે ગૌતમ નાં આડા સબંધ હોવાનો શક હોય જે બાબતે ગામના પંચો અને આગેવાનો થકી સામધાન કરી ગૌતમ ને રૂપિયા ૪૦૦૦/-નો સામજીક રીત રિવાજ મુજબ દંડ કરવામાં આવેલ હતો,અને સમગ્ર પ્રકરણ પતી ગયો હતો પરંતુ પોતાને દંડ સમાજ તરફ થી કરવમાં આવેલ હોય તેની અદાવત રાખી ગૌતમે , જગદીશભાઈ નાં ઘર પાસે આવી ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાં રાખેલ ધારદાર ચપ્પુ વડે પેટના ભાગે નાભીથી ડાબી બાજુએ ચપ્પુનો એક ઘા મારી ગંભીર પ્રકાર ની ઇજા પહોચાડવાના ઇરાદે ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય પોલીસે ગૌતમ વસાવા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here