રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
આમલેથા પો.સ્ટે. માં આરોપી સામે એક વર્ષ પહેલાં પ્રોહીબિસન નો ગુનો નોધાયો હતો
નર્મદા જિલ્લા એલસીબી પીઆઈ જે.બી.ખાંભલા નાઓએ નર્મદા જીલ્લા માં વિવિઘ ગુનાઓ કરી જીલ્લા ના નાસતા ફરતા આરોપીઓ ને ખાનગી બાતમીદાર તેમજ વોચ આધારે ઝડપી પાડવાની સુચના પોતાના ઉપલા અઘિકારીઓ દ્વારા મળતા પોતાના સહ પોલીસ જવાનો અશોક ભગુ ભાઇ અને મુનિર બળવંત નાઓ ને સાથે રાખી આરોપી ને સુરત ખાતે થી ઝડપી પાડયો હતો.
નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમીદારથી બાતમી મળેલ કે આમલેથા પો.સ્ટે. નાં પ્રોહી.ના ગુનામાં નાસતો ફરતો આરોપી સુરત ખાતે હોવાની બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના પોલીસ જવાનો સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરત ખાતે પહોંચી આરોપી મોહીતે અનિલભાઇ પરેશભાઇ રહે. ઇ. ડબ્લ્યુ. એસ. આવાસ, ગ્રીન એવન્યુ પાસે પાલ રોડ, અડાજણ સુરત ખાતેથી ઝડપી પાડયો હતો, આરોપી ને ઝડપી આગળની વધુ તપાસ અર્થે આમલેથા પો.સ્ટે.ને સોંપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.