નર્મદા જીલ્લાના વડુમથક રાજપીપળાને અડીને જ આવેલ કુંવરપરા ગામે આઝાદીના સાત દાયકાઓ બાદ ડામરનો રોડ બન્યો !!!!

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

અલાયદી ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના દ્વાર ખુલ્યા ; સરપંચ નિરંજન વસાવા

દેશની આઝાદી ના સાત સાત દાયકાઓ વીતી ગયા છતાં આજે પણ મુળભુત સુવિધાઓ થી વંચિત નર્મદા જીલ્લા જેવા ગરીબ આદિવાસી વસ્તી ધરાવતા અનેક ગામડાઓ છે, નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ની સમીપ જ આવેલ કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો સહુ પ્રથમ જ વાર બનતા ગ્રામજનો મા આનંદ ની લાગણી ફેલાઈ હતી.

આ બાબતે ગામના સરપંચ અને સરપંચ પરિષદ ગુજરાત દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગ્રામ પંચાયતને 70 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યાછે. અત્રે ઉલ્લેખનીય છે કે કુંવરપરા ગ્રામ પંચાયત અગાઉ ગ્રુપ ગ્રામ પંચાયત મા સમાવેશ થતો હતો.

પંચાયત બન્યા પછી જ ગામ નો વિકાસ થઇ રહ્યો છે એ પહેલા અમારા ગામમા સારા રસ્તા નહોતા ગામનો વિકાસ થયો નહોતો.ખાસ કરીને ચોમાસામાં રસ્તો ધોવાઈ તેમજ કાચો અને કીચડ વાળો રસ્તો હોવાથી અમારા ગામના લોકોને અને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હતી અને કોઈ બીમાર દર્દી હોય તો તેમને કુંવરપુરા જૂના ગામમાં 108 પણ જઈ શકે એવી પરિસ્થિતિ ન હતી જેથી કરીને ગામનો સંપર્ક તૂટી જતો હતો. ખાસ કરીને બીમાર દર્દીઓ અને ઇમરજન્સી સેવા માટે 108ગામમા આવી શક્તિ નહોતી. હવે નવો રસ્તો બનતા કોરોનામા આરોગ્યની સુવિધા મળતી થઈ જશે.

તેમજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારી ગ્રામ પંચાયત નો દરજ્જો મળ્યો અને દિવસેને દિવસે સરકારની વિવિધ યોજનાઓ નો લાભ મેળવી રહ્યાછે.રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના ની દરેક યોજનાઓનો લાભ લઇ રહ્યા છે. અમારી ગ્રામ પંચાયતમાં આઝાદીના 70 વર્ષ દરમિયાન જે વિકાસ ના કામો થયા નથી, એ તમામ વિકાસના કામો આજે રાજ્ય સરકાર અને સાંસદ સભ્ય શ્રી મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ના સહયોગથી આજે અમારા ગામમાં ડામર રસ્તાનું તેમજ માળખાકીય સુવિધાઓ જેવા વિવિધ પ્રકારના વિકાસ ના કામો થઈ રહ્યા છે નુ સરપંચ નિરંજન વસાવા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here