નર્મદા જીલ્લાના દેડિયાપાડાના સ્ટેટ હાઇવે ઉપરથી ગેરકાયદેસર પશુઓ ભરી પસાર થતી 3 ટ્રકો ઝડપાઇ

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

ટ્રકમા ઠાસોઠાસ ભરેલ 24 ભેંસો 16 પાડીયા મળી 40 પશુઓ કિંમત રુપિયા 5.12 લાખ ટ્રકો કિંમત રુપિયા 15 લાખ મળી 20.12 લાખનો મુદ્દામાલ જપ્ત

ત્રણેય ટ્રક ચાલકોની પોલીસે કરેલી અટકાયત

નર્મદા જીલ્લાના બોર્ડર ઉપર આવેલ સાગબારા તાલુકા તરફથી મહારાષ્ટ્ર તરફ ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી પશુઓ કતલખાનામા મોકલવાનો વેપલો મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે ત્યારે નર્મદા જીલ્લાના દેડિયાપાડા પોલીસે આજરોજ વહેલી સવારે ત્રણ ટ્રકો ઝડપી પાડી રુપિયા 20.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે પાંચેક વાગ્યાના સુમારે દેડિયાપાડા ખાતેના સ્ટેટ હાઇવે ઉપર થી જી ઇ બી ઓફિસ અને જાનકી આશ્રમ પાસેથી ગેરકાયદેસર પશુઓ ભરી પસાર થતી ટ્રક નંબર 1) GJ 07 Y 9444 અને 2) GJ 07 YY 3560 તેમજ 3) GJ 16 X 9291 ના ચાલકો અનુક્રમે શબ્બીર મુસાભાઇ વાડીવાલા રહે. હીંગલોટ, જી. ભરૂચ, દાદુભાઇ બચુભાઈ મલેક રહે. રતનપુર તા ઝધડીયા જી. ભરૂચ અને ઇરફાન ઇબ્રાહીમ નાગોરી રહે. છીપવાડ મુ. ભરુચ નાઓ પોતાની કબજાની ટ્રકોમા ગેરકાયદેસર રીતે ભેંસો અને નાના પાડીયા ભરી પસાર થતા હતા . ટ્રકમા ભરેલાં પશુઓને ક્રૂરતા પૂર્વક દોરડા થી બાંધી ધાંસચારા કે પાણીની કોઈ જ વયવસથા ન રાખી તેમજ હવાઉજાસની પણ વયવસથા ન રાખી આર. ટી. ઓ. ની પરવાનગી વગર પશુઓની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડયા હતા.

દેડિયાપાડા પોલીસે ઝડપેલ ત્રણ ટ્રક માથી 24 ભેંસો અને 16 નાના પાડીયા મળી આવ્યા હતા જેની અંદાજીત કિંમત રુપિયા 5.12 લાખ તેમજ ત્રણ ટ્રક કિંમત રુપિયા 15 લાખ મળી કુલ 20.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ત્રણેય ટ્રક ચાલક સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here