નર્મદા જીલ્લાની દેડિયાપાડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી પાડયા

ડેડીયાપાડા,(નર્મદા)
આશિક પઠાણ

રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન મોટરસાઈકલ પર દારૂનો જથ્થો લઇ નાની સીંગલોટીના નાકા પાસેથી પસાર થતાં આરોપીઓ પાસેથી 40 નો મુદ્દામાલ જપ્ત

નર્મદા જીલ્લામા ગેરકાયદેસર વિદેશી દારૂનો વેપલો કરતા તત્વોની સંખ્યામા દિન પ્રતિદિન વધારો થતાં નર્મદા પોલીસ પણ મુસતેદ અને સાબદી બની છે. જીલ્લા પોલીસ વડા હિમકરસિહની સુચના અને ડી વાય એસ પી રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ જીલ્લાના બોર્ડર ના મહારાષ્ટ્ર તરફના વિસ્તારમાં સધન ચેકીંગ અને વોચ રાખવામાં આવી રહી છે .ગતરોજ મોડી રાત્રે દેડિયાપાડા તાલુકાના નાની સીંગલોટી ગામના નાકા પાસે થી પસાર થતા બે મોટરસાઈકલ ચાલકોને વિદેશી દારૂના જથ્થા સાથે દેડિયાપાડા પોલીસે ઝડપી પાડયા હતા.

પોલીસ સુત્રોમાથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસને બાતમી મળેલ તે આધારે ગતરોજ રાત્રે નાની સીંગલોટી તરફ પોલીસે પોતાની વોચ ગોઠવી હતી એ દરમ્યાન મોટરસાઈકલ GJ 22 B 8454 ઉપર સવાર થઇ મિણીયા થેલામા વિદેશી દારૂ ના કવાટરિયા લઇને આવતા આરોપીઓ 1) સતીશ ભયજીભાઇ વસાવા રહે. ખ્રિસ્તી ફળીયા મુ. તરોપા જી.નર્મદા અને 2) મુન્ના દિનેશભાઇ વસાવા રહે. મહુડીફળીયા , નિશાળફળીયુ તા. નાંદોદ નાઓને ઉભા રાખી તેમની પુછપરછ કરતા અને થેલાની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના કવાટરિયા નંગ 124 કિંમત રુપિયા 10540 નો જથ્થો મળી આવ્યો હતો.

દેડિયાપાડા પોલીસે મોટરસાઈકલ સહિત કુલ રુપિયા 40540 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ઝડપાયેલા બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here