કાલોલ : પરૂણા ગામમાં ગોમાં નદીના પટપર ચીલા માંથી રેતી ભરતા બે ટ્રેક્ટરોની અટકાયત કરી ગામના લોકોએ પોલીસને જાણ કરતા બે ટ્રેકટર જપ્ત…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના પરૂણા ગામમાં આવેલ ગોમાં નદીમાથી ભૂ માફિયાઓ દ્વારા બેખોફ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન અને વહન કરવામાં આવતા ચીલા માંથી રેતી ભરાતા બે ટ્રેકટરોની પરૂણા ગામલોકો દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને વેજલપુર પોલીસને જાણ કરી હતી . ખબર મળતાજ પોલીસ રેતી ભરાતા સ્થળ પર પહોંચી બે ટ્રેક્ટરોને જપ્ત કરી વેજલપુર પોલીસ સ્ટેશન મુકાયા હતા. કાયદાકીય દંડનીયની કાર્યવાહી લેખે પોલીસે ખાન ખનીજ વિભાગને જાણ કરી હતી .કાલોલ અને તાલુકામાં ખાણ ખનીજ માફિયાઓ તંત્રની રહેમ નજર હેઠળ બેખોફ બની ખનન કરી સરકારી સંપત્તિને લૂંટી રહ્યા હોવાના ઘણા બનાવો અગાઉ પણ બન્યા છે..ખાણ ખનીજ વિભાગ સરકારી પ્રતિનિધિઓ તેમજ લોકલ પોલીસ ધુતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું હોય તેમ ખનીજ માફિયાઓનો ઘરબો હોય ખુલ્લેઆમ રેતીના ગોરખધંધા જારી છે.બેફામ બનેલા ખનીજ માફિયાઓ ગોમા નદીમાંથી બાપદાદાની મિલકત સમજી રાત દિવસ રેતી ચોરી કરી રહ્યા છે.ખાણ ખનીજ તંત્રના કેટલાક કર્મીઓની કામગીરીના પગલે ખનન માફિયાઓ કોઈપણ પ્રકારની મંજૂરી કે લીઝ વગર ગોમા નદીમાંથી મન ફાવે ત્યાં ધાપ બોલાવી રેતી ચોરી કરતા હોય છે. પ્રતિનિધિઓ લોકલ પોલીસ તેમજ ખનીજ તંત્રના દરોડા માં પણ તોડ ના થાય તો જ કાયદાકીય અને દંડની કાર્યવાહી થતી હોવાનું પ્રકૃતિ પ્રેમીઓ જણાવી રહ્યા છે.ત્યારે કાલોલ તાલુકામાં ગોમાં નદીમાંથી ભૂમાફિયાઓ ઘણા સમયથી ગેરકાયદેસર ખનન કરી કરોડો રૂપિયાની રેતી ચોરી કરી સરકારી તિજોરીને ચૂનો લગાવવામાં આવી રહ્યું છે.ભૂમાફિયાઓ ની દાદાગીરી સામે ગામલોકો લાચારી અનુભવી રહ્યા છે.વહીવટી તંત્ર અજાણ રહેતા લોકોમાં અનેક ચર્ચાઓ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here