નર્મદા જિલ્લા પોલીસે ફાયર બ્રિગેડ નું કામ કરી એક ટ્રકમાં આગ લાગતા અટકાવી

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

તિલકવાડા તાલુકાના ગામ પાસે ટ્રકની ડીઝલ પાઇપ માં આગ લાગતા તિલક વાળા પોલીસે ફાયર સેફ્ટી પંપ દ્વારા આગ બુઝાવી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગેગડિયા ગામ પાસે એક ટ્રકની ડીઝલની પાઇપલાઇનમાં આકસ્મિક રીતે આગ લાગતા પોલીસે સમયસર પહોંચી ફાયર બ્રિગેડ તરીકેની કામગીરી કરી ટ્રકમાં ભયંકર આગ લાગતા અટકાવી હતી જેથી એક ભયંકર દુર્ઘટના થતા અટકી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ગેગડીયા ગામ પાસે થી ટ્રક નં GJ 34 T 7555 નો ચાલત પોતાની ટ્રક લઈને પસાર થતો હતો ત્યારે અચાનક જ તેની ટ્રકની ડીઝલની પાઇપલાઇન માં આગ લાગી હતી જેથી ડ્રાઇવર સહિત તેમા સવાર ક્લીનર ટ્રકમાંથી નીચે ઉતરી આગ બુજાવવાનો પ્રયાસ કરતા હતા, એ દરમિયાન જ એક ટ્રકમાં આગ લાગ્યાની જાણ દેવલિયાં ચોકડી ઉપર તેનાત તિલકવાડા પોલીસ ને થતા તિરંગા પોલીસ તેઓની સરકારી ગાડી લઈને ત્વરિત જ દેવલીયા ખાતેથી ગેગડિયા ગામ તરફ પહોંચ્યા હતા અને તેઓની સરકારી ગાડીમાં આવેલ ફાયર સેફ્ટી પંપ કાઢી પોલીસ જવાનો એ પોતાની સુજબુજ થી ડીઝલ પાઇપ માં આગ લાગેલ તેને બુઝાવી ટ્રકને મોટુ નુકસાન થતાં અટકાવ્યું હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here