ખડકી પ્રાથમિક શાળામાં ફાર્બસ્ ગુજરાતી સભા ‘ વ્યાપન ‘ અંતર્ગત સાહિત્યિક વ્યાખ્યાન યોજાયું

કાલોલ, (પંચમહાલ) વીનું બામાણિયા :-

ખડકી પ્રાથમિક શાળામાં બાળકોની સાહિત્યમાં રસ રુચિ કેળવાય અને સાહિત્ય ઘર ઘર સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી’ વ્યાપન ‘અંતર્ગત ઉપસ્થિત કર્મશીલ સર્જક કાનજી પટેલે અભ્યાસક્રમ સંદર્ભિત કૃતિઓનો બાળ ભોગ્ય શૈલીમાં આસ્વાદ કરાવ્યો. તસ્વિકાર રાજેશ પટેલે તસ્વીરોને સ્માર્ટ બોર્ડ પર બતાવીને બાળકોને ચિત્રકલા અને તસ્વિરકલા પ્રત્યે અભિમુખ કર્યા. શ્રી વિનોદ ગાંધી સાહેબે સ્વરચિત કાવ્યોનું ગાન કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો. સમગ્ર કાર્યક્રમના મુખ્ય સંયોજક કાલોલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કિશોર વ્યાસની નિશ્રામાં આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન આસિસ્ટન્ટ શિક્ષક સુભાષ હરિજને પોતાની લાક્ષણિક રીતે કર્યું. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના એકજૂથ સહયોગથી અવિસ્મરણીય બની રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here