નર્મદા જિલ્લાના દેડિયાપાડા પાસે મોહન નદી પરનો ડેમ છલકાયો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

દેડિયાપાડા પાસેના ગારદા અને જાંબુડા વચ્ચેના પુલ પર નદીના પાણી ફરી વળતા પુલ ફરીવાર ધોવાયો

ગારદા,ખામી, ભુતબેડા, મંડાળા, મોટા જાંબુડા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

નર્મદા જિલ્લામા છેલ્લા ચાર દિવસથી મુશળાધાર વરસાદ વરસ્યો છે જેથી નદીઓ સહિત ખાડીઓમા ભરપુર પાણી વહી રહયા છે. નર્મદા જિલ્લા અને ભરુચ જીલ્લાની બોર્ડર ઉપર આવેલ મોહન નદીમા ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં નદી ઉપરનો ડેમ છલકાયો હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગારદા ગામ અને નેત્રંગ તાલુકાનાં મોટા જાંબુડા ગામની વચ્ચેથી મોહન નદી વહે છે, જેમાં ગત રાત્રિ દરમ્યાન ધોધમાર વરસાદની શરૂઆત થતા, મોહન નદીનો ડેમ છલકાયો છે, ઉપરવાસમાં વરસાદ નો પ્રવાહ વધુ હોવાને કારણે મોટા મોટા વૃક્ષો પણ ધરાશયી થયા હતા, અને નદીનાં પ્રવાહમાં વહી આવ્યા હતા.

ગારદા અને મોટા જાંબુડા ગામની વચ્ચે ડેમથી નીચેના ભાગ બે ગામોને જોડતો પુલ આવેલો છે, જેમાં વધુ વરસાદને કારણે પાણી પુલ પર ફરી વળતાં પુલ ફરી પણ ધોવાઈ ગયો છે, આગળ પણ નદીમાં પાણી આવવાને કારણે ધોવાયો હતો, અને પુરાણ કામ પુલ પર કરવામાં આવ્યું હતું, પણ વધારે વરસાદ થવાને કારણે પુલ ફરીથી ધોવાયો છે, જેના કારણે ગારદા,ખામ, ભૂત બેડા, મંડાળા, મોટા જાંબુડા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને વધુ વરસાદને કારણે બે ગામને જોડી નદી કિનારે સ્મશાન આવેલ છે તે પણ પાણીમાં ધોવાઈ ગયા છે. આ વરસાદને કારણે ડેમ પરના પાણીનો નજારો જોવા લોકો ઉમટી પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here